• શનિવાર, 13 જૂન, 2026

નિરોણા-બિબ્બર માર્ગે ઈનોવા અને ક્રેટા વચ્ચે અકસ્માતમાં ભુજના વેપારીનું મોત

ભુજ, તા. 12 : નખત્રાણા તાલુકાના નિરોણા-બિબ્બર વચ્ચે શુક્રવારે ઈનોવા કાર અને ક્રેટા કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભુજની જથ્થાબંધ બજારમાં ચાના વેપારી ભરતભાઈ જેઠમલભાઈ ઠક્કર (ઉ.વ. 63)નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. ભુજની જીકે જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, નિરોણાથી બિબ્બર વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. હતભાગી ભરતભાઈ તેમના સંબંધી સાથે વ્યાપારિક કામ પતાવીને પરત ફર્યા હતા. દરમિયાન નિરોણાથી ભુજ તરફ આવતા હતા, ત્યારે નિરોણા-બિબ્બર માર્ગ પર સામેથી આવતી ઈનોવા કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને કારના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા. આ દુર્ઘટનામાં ભરતભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જ્યારે તેમની સાથે રહેલા સંબંધીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચતાં તેમને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ મામલે નિરોણા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 

Panchang

dd