• શનિવાર, 13 જૂન, 2026

ભચાઉમાં 17 વર્ષીય કિશોરનું અપહરણ : મહિલા સામે ગુનો

ગાંધીધામ, તા. 12 : ભચાઉમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક માની ઉંમરની મહિલાએ 17 વર્ષીય કિશોરનું અપહરણ કરી જવા અંગે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં રહેનાર એક 17 વર્ષીય કિશોર તા. 6/6ના સાંજે ગુમ થયો હતો, જે અંગે શરૂઆતમાં તેના સગા-સંબંધીઓ અને પરિચિતોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં અંતે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા અને ફરિયાદ નોંધાવાઇ હતી, જેમાં ખીરઇ (તા. રાપર)ના એક મોટી ઉંમરના તથા આ અપહ્યત કિશોરની માની ઉંમરની મહિલાએ તેનું અપહરણ કર્યું હોવાનું જણાવાયું હતું. તેને લલચાવી-ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જવાયો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબની કલમ તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd