ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ
અંગે ત્રણ કાર્યવાહી કરીને રૂા. 59,925નો દારૂ ઝડપી
ત્રણ શખ્સોને પકડી પાડયા હતા, જ્યારે
ચાર શખ્સ હાથમાં આવ્યા નહોતા. મેઘપર બોરીચી તુલશીધામના એક મકાનમાંથી પોલીસે 8 પીએમની 72, ગ્રીન લેબલની 32 એમ કુલ રૂા. 27,080નો દારૂ જપ્ત કર્યો હતો, પણ શિવરાજસિંહ હરદીપસિંહ ગોહિલ, કુલદીપ રાણા ગેરહાજર
મળ્યા હતા. બીજી કાર્યવાહી ચોબારીમાં કરાઇ
હતી. અહીંથી વનરાજ ગાભુ રાજપૂત, બાબુ ભૂરા મણકાને પકડી રૂા. 19,555નો દારૂ હસ્તગત કરાયો હતો.
દારૂ આપનાર તરીકે ભચાઉના સુરેશ ઉર્ફે પપ્પુ
કેશુ સંઘારનું નામ બહાર આવ્યું હતું. ત્રીજી કાર્યવાહી સામખિયાળીમાં ભાગ્યોદય હોટેલ
પાછળ કરવામાં આવી હતી. આ હોટેલમાં રહેતા જિગર લક્ષ્મણ વજીરની અટક કરી તેની પાસેથી રૂા.
13,290નો દારૂ જપ્ત કરાયો હતો. પોતે
તથા તેનો શેઠ કુલદીપદાન ભરતદાન ગઢવી રાજસ્થાન જઇ ઠેકાથી દારૂ લાવ્યા હતા. પોતે સામખિયાળી
ઊતર્યો હતો અને કુલદીપ ભચાઉ ટ્રેનમાંથી ઊતર્યો હતો. આ દારૂ કુલદીપને આપવાનો હોવાનું
પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.