• શનિવાર, 13 જૂન, 2026

ઝરપરામાં સોનલ સરસ્વતી વિદ્યાલયનું લોકાર્પણ

ઝરપરા (તા. મુંદર), તા. 11 : આઈ સોનલ માના જન્મ શતાબ્દી વર્ષમાં પ્રારંભ થયેલા આઈ સોનલ સરસ્વતી વિદ્યાલય (સોનલ-સ્મૃતિ ભવન)નું નિર્માણ કાર્ય અંદાજે અઢી કરોડના ખર્ચે પૂર્ણ થતા સોનલ મા સ્વયં બે વખત આવ્યા હતા, એવી ભૂમિ પર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ સેવા ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયના લોકાપર્ણ સમારોહમાં લક્ષ્મી માતાજી, કથાકાર આઈ પરમા માતાજી, ગિરીશ આપાએ આશીર્વાદ આપી ભવનનું નિર્માણ કાર્ય સંપન્ન કરવા બદલ માધવ સેવા ટ્રસ્ટને અભિનંદન આપ્યા હતા.  મુખ્ય વક્તા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઈ મોદીએ વિદ્યાલયમાં દેશભક્તિ અને સંસ્કારમય શિક્ષણ આપવાની વાત કરી હતી. વિદ્યાલયને એક કરોડનું દાન આપનારા અદાણી ફાઉન્ડેશન વતી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે શિક્ષણ, ગૌસેવા, પર્યાવરણ અને ગામના વિકાસ માટે બધું કરી છૂટવાની ખાતરી આપી હતી. સવારથી પ્રારંભ થયેલા કાર્યક્રમમાં વાસ્તુપૂજન, આઈ સોનલની પ્રતિમાની ભાવ-પ્રતિષ્ઠા, દીપયાત્રા, તકતી અનાવરણ, પ્રતિમા અનાવરણ, મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. બપોર પછીના કાર્યક્રમમાં દાતાઓની તકતી અનાવરણ તથા સ્મૃતિ ભવનનું વિધિવત લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય, મહેમાનોના સન્માન પછી માધવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક આશાનંદ ગઢવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ઝરપરા ગ્રામ પંચાયત, ઝરપરા ચારણ સમાજ અને વિવિધ સમાજોના પ્રમુખો, સોનલ બીજ ઉત્સવ સમિતિ તથા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. માધવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક આશાનંદ ગઢવી, પ્રમુખ ડો. વિશ્રામ સાંખરા અને સંયોજક આશારિયા લાખાણીનું અખિલ કચ્છ ચારણ સમાજ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ છેડા (ચેરમેન બિદડા સર્વોદય), જિગરભાઈ છેડા, ધારાશાત્રી દેવરાજ ગઢવી, મોમાયાભાઈ ગઢવી, વિશ્રામ ગઢવી, છાયાબેન ગઢવી, મુંદરા તાલુકા ચારણ સમાજના પ્રમુખ વીરમભાઈ ગઢવી, ઝરપરા ચારણ સમાજના પ્રમુખ દેસર રામાણી, સરપંચ ખીમજીભાઈ દનિચા, દોસાભાઈ બાતિયા, કાનજી બાતિયા, વાલજી ટાપરિયા, વાલજી લાખાણી, માણશી દોસા રવિયા, પાલુભાઈ સાંખરા, ઉપસરપંચ માણશી સાંખરા તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ સંસ્થાના પ્રમુખ ડો. વિશ્રામભાઈ પાલાભાઈ સાંખરાએ કરી હતી. વંદે માતરમ્ પછી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કાર્યક્રમનું સંચાલન આશારિયા લાખાણી અને દેવદાસ મિંઢાણીએ કર્યું હતું. માધવ સેવા ટ્રસ્ટ શાખા પરિવાર તથા વ્યવસ્થાપક સમિતિના રતનભાઈ સેડા, શિવરાજ ટાપરિયા, પુનશી ગાગિયા, શિવરાજ ગાગિયા, રામ સજાણ રવિયા, આશારિયા ગેલવા, આશારિયા દેવદાસ, દેવદાસ રામાણી, વિદ્યાલયના આચાર્યો પૂર્વ છાત્રો જહેમત ઉઠાવી હતી. - મુખ્ય દાતાની યાદી : ઝરપરા, તા. 10 : અદાણી ફાઉન્ડેશન-મુંદરા મુખ્ય દાતા જ્યારે રૂમના દાતાઓ આ મુજબ છે. રાધિકાબેન ઠાકરશી શેઠિયા પરિવાર, વિજયભાઈ ધારશી છેડા (ચેરમેન-બિદડા સર્વોદય ટ્રસ્ટ), માયાબેન રમેશભાઈ દેઢિયા, વિશ્રામ રાજદે મિંઢાણી, હભુભાઈ રામ બાતિયા, ડોસાભાઈ શિવરાજ બાતિયા, નારાણ રામ વેજાણી, સ્વ. થારુભાઈ સુરાભાઈ રવિયા પરિવાર, માતા હિરબાઈ નાગશી લાખાણી, માણશી ડોસા રવિયા, પાલુભાઈ લધા સાયદા, વિરબાઈ ભારા મૈવા, માતા દિશાબેન સવરાજ લાખાણી, સોનલ બીજ ઉત્સવ સમિતિ, સામત નાથા ગાઝિયા 

Panchang

dd