ભુજ, તા. 11 : શહેરની ભાગોળે આવેલા ધુનારા
તળાવનું 100 ટકા જન ભાગીદારથી ખાણેતરાનું
કામ હાથ ધરાતાં તળાવમાં પાણીના તળ ઊંચા આવવા સાથે વધુ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થશે.
માનવ ધર્મ સેવા ન્યાય ટ્રસ્ટ ભુજોડી દ્વારા મશીનરી અને ટ્રક-ડમ્પર આપવામાં આવ્યા હતા.
તળાવમાંથી 1230 ડમ્પર માટી ભરી બહાર લઈ જવાઈ
હતી. સુજલામ-સુફલામ જળ અભિયાનનો પણ ધુનારા તળાવના જળસંગ્રહ શક્તિ વધારવામાં લાભ મળ્યો
છે. તળાવમાં આવ-જાવના રસ્તાને બાવળે પ્રવેશબંધી કરી હતી તેને દૂર કરી રસ્તાને અવરોધમુક્ત
બનાવાયો હતો. આ કાર્ય માટે ગોવિંદભાઈ મંગેની પ્રેરણાથી યશરાજ રિસર્ચ ફાઉન્ડેશન-મુંબઈનો
આર્થિક સહયોગ મળ્યો હતો. સ્થાનિક ખેડૂતો પણ કામગીરીમાં સહયોગી બન્યા હતા. ધુનારા તળાવમાં
આગામી દિવસોમાં ઘણા કામ કરવામાં બાકી છે ત્યારે
નગરપાલિકા, સિંચાઈ વિભાગ, જનપ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી બન્યું છે.