• શનિવાર, 13 જૂન, 2026

ગાંધીધામની પુસ્તક પરબમાં 1788 પુસ્તકનું આદાન-પ્રદાન થયું

ગાંધીધામ, તા. 11 : અહીં આયોજિત 113મી નિ:શુલ્ક પુસ્તક પરબમાં 1788 પુસ્તકનું આદાન-પ્રદાન થયું હતું, જેમાં 385 પુસ્તક વિતરણ કરાયાં હતાં અને 1403 પુસ્તક વાચકો દ્વારા પરત અપાયા હતા  તથા દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવ્યા હતા. આ પુસ્તક પરબની મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીએ મુલાકાત લીધી હતી અને સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમજ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સાથે મળીને કામ કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વસંતભાઈ ઠક્કર દ્વારા 25, પ્રદીપભાઈ જેઠવાણી દ્વારા 99, વિવેકાનંદ ટ્રાનિંગ ઇન્સ્ટિટયૂટ માંડવી દ્વારા 115, એક શુભેચ્છક દ્વારા 172, ડો. જિજ્ઞેશ મહેતા દ્વારા 212 પુસ્તક ભેટમાં આપાયાં  હતા. સતિશ મોટા અને સુરેશ લાલવાણીએ સહયોગ આપ્યો હતો.  

Panchang

dd