• શનિવાર, 13 જૂન, 2026

સમાજની પ્રતિભાઓને મંચ આપવાનો હાર્મની સંસ્થાનો હેતુ

અંજાર, તા. 11 : અહીંના હાર્મની આર્ટ એન્ડ કલ્ચર સંસ્થા દ્વારા તાજેતરમાં હાર્મની એવોર્ડ સમારોહ યોજાયો હતો. સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર વ્યક્તિઓ સંસ્થાઓને અને પ્રતિભાઓને સન્માનિત કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.   આરંભમાં ડો. રમેશ ભટ્ટ `રશ્મી'એ સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિઓ ઉદ્દેશ અને સર્જનાત્મક પ્રતિભાઓને  પ્રોત્સાહન આપવાના પ્રયાસ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજની પ્રતિભાઓને યોગ્ય ઓળખ, મંચ અને પ્રોત્સાહન મળે તે સંસ્થાનું મુખ્ય ધ્યેય છે. વિરાજબેન મહેતા અને પૂજાબેન ગઢવીએ વિવિધ શ્રેણીના એવોર્ડની જાહેરાત કરી હતી. પદ્મશ્રી નારાયણ જોશી `કરાયલ'ને શીતલ શાહ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, દિનેશ રાવલને શિવાની શાહ અંજાર રત્ન એવોર્ડ, વલમજી હુંબલ કચ્છ કુરિયન સરહદ ડેરીને કોર્પોરેટ એવોર્ડ, વિનોદ સોલંકીને કચ્છ ગૌરવ એવોર્ડ, ફરહાન મેમ્બરને જ્વેલ ઓફ ધ ટાઉન એવોર્ડ, અનિલ ગજ્જરને હાર્મની શિરોમણિ  એવોર્ડ, નારાયણભાઈ રાઠોડને હાર્મની ગેરેન્ટી એવોર્ડ, પ્રમોદ જેઠી અને નરેશભાઈ અંતાણીને વિવિધા હિસ્ટ્રી એન્ડ આર્કિયોલોજી એવોર્ડ એનાયત કરાયો હતો. આ ઉપરાંત સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, સંગીત, કલા સંસ્કૃતિ અને અન્ય વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારી વ્યક્તિઓ તથા સંસ્થાઓને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત પ્રતિભાશાળી અરજદારોને જમીન સર્જનાત્મકતા અને સતત પ્રયત્નને બિરદાવા પ્રયત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અનિલભાઈ ગજ્જરના નેતૃત્વ હેઠળ સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં કાજલ છાયા, શહેનાઝ  શેખશાંતાબેન અને સવિતાબેન બારોટે રસપ્રદ રજૂઆતો કરી હતી. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ પપ્પુભાઈ ગઢવી `પુષ્પ' (કચ્છી સાહિત્ય એક્સેલન્સ એવોર્ડ), વાડીલાલ પોકાર વાલજીભાઈ દનિચાવિપુલ ગોસ્વામી, શહેનાઝ શેખચેતનાબેન ગોર, દક્ષાબેન સંઘવીભરત ગોસ્વામીહસમુખ કોડરાણીકૌશલ છાયાનંદલાલ છાંગા, રજનીભાઈ પટેલને એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરાયા હતા અને મુખ્ય ઉદ્દેશ સમાજમાં રહેલી વિવિધ પ્રતિભાઓને ઓળખવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો સર્જનાત્મક અભિવ્યક્તિને યોગ્ય મંચપ્રદાન કરવાનો અને નવી પેઢીમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો વિકાસ કરવાનો છે   તેને અનુરૂપ આ પુરસ્કાર અપાયા હતા. આયોજનમાં સંસ્થાના પ્રણેતા સંજય શાહશીતલબેન શાહ, રજનીભાઈ પટવા, દેવીભાઈ પટવાવિવિધાબેન પટવા, ગૌતમ જોશી, ડો. વિરાટ શાહશિવાનીબેન શાહનારાયણભાઈ ધોરિયા, રમેશભાઈ દેવરિયા, મહેન્દ્ર કોટક, નવીનભાઈ ઠક્કર, લાક્ષી યાદવ તેમજ અન્યો સહયોગી બન્યા હતા. 

Panchang

dd