• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

અંજારવાસીઓની સુખાકારી માટે ભાજપ પ્રતિબદ્ધ

અંજાર, તા. 23 : નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે પ્રચાર- પ્રસારમાં ભારતીય જનતા પક્ષ અગ્રેસર રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન  ભાજપને આવકાર મળી રહ્યો હોવાનો દાવો કરાયો હતો. શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસના પ્રયાસથી પક્ષના મોવડિયોથી માંડી અને કાર્યકર સુધીના તમામ શહેરના છેવાડાના નગરજન સુધીનો જનસંપર્ક કરી પક્ષના ભવિષ્યમાં પાંચ વર્ષ દરમિયાન કરવાનાં વિકાસકાર્યોની વાતો લઈ `સુવિધાયુક્ત અંજાર-સ્વચ્છ, સ્માર્ટ અને સશક્ત અંજાર'નાં આયોજનના મુદ્દા જનજન સુધી પહોંચાડી રહ્યા છે તેવું યાદીમાં જણાવાયું હતું. આ આયોજનમાં પાણી વ્યવસ્થા, ગટર અને ડ્રેનેજ, રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, જાહેર સફાઈ, આરોગ્ય સેવાઓ, રમતગમત અને યુવા વિકાસ, શિક્ષણ અને લાયબ્રેરી, સાહિત્ય, સંસ્કૃતિ અને વારસો, પર્યાવરણ અને ગ્રીન સિટી, સ્માર્ટ સિટી, ડિજિટલ સેવા, મહિલા સુરક્ષા, વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ કલ્યાણ કરી બંને આવાસ યોજના, વેપાર અને રોજગાર, આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિવિધ મુદ્દાઓને લોકસંપર્ક દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અંજાર શહેરના શહેરીજનોની સુખાકારી માટે ભારતીય જનતા પક્ષ હંમેશાં પ્રતિબદ્ધ રહ્યો છે. પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પક્ષના સંગઠન અને વિવિધ પાંખો અને કાર્યકરો સદાય કાર્યરત રહે છે. જ્યારથી પક્ષે સતત શહેરનું સુકાન સંભાળ્યું છે ત્યારથી આ જ દિવસ સુધી શહેરીજનોને પીવાનાં પાણીની સમસ્યા રહી નથી. તે ઉપરાંત ભૂકંપ, વાવાઝોડાં જેવી કુદરતી આફતો સમયે પણ ભાજપ શહેરીજનોની સેવામાં સતત કાર્યરત રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું. ભારતીય જનતા પક્ષ દ્વારા આજે શહેરના તમામ નવ વોર્ડ માટે છત્રીસ ઉમેદવારોને નગરપાલિકાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે પેનલ ટુ પેનલ મતદાન કરી પક્ષને વિજય અપાવવા પ્રચાર ઝુંબેશ ચાલી રહ્યો છે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ખજાનચી સુરેશભાઈ ટાંક, ચૂંટણી ઇન્ચાર્જ શ્રી શાહ અને વસંતભાઈ કોડરાણી, સહઇન્ચાર્જ કિશોરભાઈ ખટાઉ અને અશ્વિનભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ પ્રમુખ  હિતેનભાઈ વેલજીભાઈ વ્યાસ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, મહામંત્રી કૃપાલાસિંહ રાણા, મહિલા મોરચો, યુવા ભાજપ તથા વિવિધ મોરચાના પદાધિકારીઓ અને સભ્યો તથા કાર્યકરોની ફોજ સતત પ્રચાર ઝુંબેશ ચલાવી શહેરના તમામ ઉમેદવારોને વિજય બનાવવા કાર્ય કરી રહ્યા છે એમ અંતમાં જણાવ્યું હતું. 

Panchang

dd