નલિયા, તા. 23 : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં યોજાયેલી જાહેરસભામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોનો
ઉત્સાહ જોવા મળ્યો હતો. નલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર મહાવીરાસિંહ જુવાનાસિંહ જાડેજાનાં
સમર્થનમાં યોજાયેલી સભામાં મેદની ઊમટી પડી હતી. મહાવીરસિંહ જાડેજાએ પોતાના ચૂંટણી પ્રચાર
દરમિયાન 42 ગામોનો પ્રવાસ
ખેડી મતદારોનો વિશ્વાસ સંપાદિત કર્યો હોવાનો દાવો એક યાદીમાં કર્યો હતો. તેમણે જણાવ્યું
હતું કે, `ભાજપના શાસનમાં
ક્યાંય કોઈ કામ અટક્યા નથી કે અટકવાના નથી. ભાજપ સરકારે નાનામાં નાના માણસો સુધી હંમેશાં
નવી નવી યોજનાઓ અમલમાં મૂકી છે.' તેમણે
આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, `આજે પણ આયુષ્માન કાર્ડ જેવી સઘવડ નાના માણસોને
કામ આવી રહી છે.' ખેડૂતોનાં
હિતની વાત કરતાં તેમણે ઉમેર્યું કે, ખેડૂતો માટે પાકમાં ક્યાંય
પણ ક્યારેય નુકસાન થાય તો મોટા પેકેજ આ ભાજપ સરકાર દ્વારા જાહેર કરીને ખેડૂતોને આપવામાં
આવે છે. આવી અનેક પ્રકારની યોજનાઓ છે જેનો લાભ લોકો આજે લઈ રહ્યા છે. `મહાવીરાસિંહ જાડેજાએ પોતાના અઢી વર્ષના
તાલુકા પંચાયત પ્રમુખ તરીકેના અનુભવો વર્ણવતાં અબડાસાના વિકાસમાં પોતાનાં યોગદાન પર
ભાર મૂક્યો હતો. અઢી વર્ષ હું પ્રમુખ રહ્યો ત્યારે પણ અનેક કામો મેં કર્યા છે. પ્રારંભે નલિયાના બસ સ્ટેન્ડથી લઈ બજાર ચોક સુધી
રેલી સ્વરૂપે વેપારીઓને મળી ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંજે
નલિયા બજાર ચોકમાં જાહેર સભા યોજવામાં આવી હતી. સભાને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ
વરચંદે સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, `કચ્છમાં ભાજપના ઉમેદવારો બહુમતીથી જીતી
રહ્યા છે અને ભાજપનો વિજય નિશ્ચિત છે.' ભાજપ સરકારે કરેલાં અનેક વિકાસકાર્યો વર્ણવ્યાં હતાં અને કોઠારા તાલુકા પંચાયતના,
નલિયા તાલુકા પંચાયતના ઉમેદવાર વિનોદ દરજી, અબડાસા
તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મહામંત્રી વિનય રાવલ,
ગોપાલ ગઢવી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી,
નરેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા,
ભુજ યુવા પ્રમુખ હર્ષરાજસિંહ જાડેજા, જે.પી. ગોર,
જનક મહારાજ, વાલજીભાઈ સોલંકી, જુવાનસિંહ જાડેજા, ચકુભા જાડેજા, કિશન ગોહિલ, રામભા ગઢવી, દિલુભા
જાડેજા, સાયરાના મયૂરસિંહ જાડેજા, મીત ઠક્કર,
જયેશ ગઢવી, બિપિન દરાડ, જનાર્દન
પંડ્યા, રમેશ મહારાજ, નલિયા જિલ્લા પંચાયત
સીટના ઇન્ચાર્જ વિક્રમસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા,
આરીખાણા સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા, ગિરીરાજસિંહ
જાડેજા, ભરતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા,
પી.જે. સોઢા, દીપક ગોસ્વામી, હર્ષ મોઢ, કેવલ ઠક્કર, ક્રિપાલસિંહ
જાડેજા, ખુમાનસિંહ જાડેજા, ભાવેશ ધિરવાણી,
ભરત ઠક્કર, મોકાજી સોઢા, સુખદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ કે. જાડેજા,
કિશોર આમર, યશરાજસિંહ સોઢા, જિલ્લા મંત્રી પરેશ ભાનુશાલી, ઇન્દ્રજિતસિંહ જાડેજા,
દેવરાજ ગઢવી, હિતેશ ખંડોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત
રહ્યા હતા. નલિયા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર નંદિનીબેન સોલંકી, જાડેજા રાજશ્રીબેન ગઢવી, જયેન્દ્રસિંહ જાડેજા,
રામપર સીટના ઉમેદવાર હરેશભાઈ સીજુ, તેરા સીટના
ઉમેદવાર પ્રવીણ ભાનુશાલી સહિતના ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર સીટના સૂરજબા
દેવુભા સોઢા અને મોથળા સીટના કમા સુરા રબારી પણ આ સભામાં હાજર રહ્યા હતા. સભામાં આમ
આદમી પાર્ટીના મહામંત્રી જે. જે. ગજણ પણ ભાજપમાં જોડાયા હતા. નલિયાના તેમજ આસપાસના
વેપારીજનો તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.