દયાપર (તા. લખપત), તા. 31 : ભુજ તાલુકાના
ધરમપર પાસે આવેલા શ્રવણ કાવડિયા તીર્થમાં તા. 2/4ના હનુમાન જયંતી પ્રસંગે દર વર્ષની જેમ લોકમેળો, સંતવાણી, રાસ-ગરબા સહિતના
કાર્યક્રમો યોજાશે. આ અંગે સામજીભાઇ ભગતે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા. 2/4ના લોડાઇના
વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા, દીપ પ્રાગટય, સવારના સંતવાણી બાદ મહાપ્રસાદ, સંતોના સામૈયા અને રાત્રે મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. રાત્રિ
પ્રસાદના દાતા શ્રવણ કાવડિયા સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ ભરતભાઇ હરિભાઇ પટેલ રહેશે.
ધાર્મિક સ્થળ પર વર્ષ દરમ્યાન યાત્રિકોને નિ:શુલ્ક ભોજન, રાત્રિ
રોકાણ વ્યવસ્થા, ગૌશાળા, પક્ષીઓને ચણ,
વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક શૈક્ષણિક પ્રવૃત્તિઓની વ્યવસ્થા સંસ્થા દ્વારા
કરાય છે, ત્યારે દાતાઓનો પણ સહયોગ મળતો રહે છે.