• બુધવાર, 01 એપ્રિલ, 2026

અમેરિકી કંપનીઓઁ પર હુમલા કરવા ઈરાનની ધમકી

નવી દિલ્હી, તા. 31 : પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધ આજે વધુ વકરવા તરફ આગળ વધ્યું છે. એક તરફ ટ્રમ્પ ઈરાનથી વાતચીતનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ વધુ હુમલાની ધમકી પણ આપી રહ્યા છે ત્યારે ઈરાને પણ એ જ રણનીતિ અપનાવી હોય એમ આવતીકાલથી માઈક્રોસોફટ, એપલ, ગૂગલ, ટેસ્લા સહિત 18 અમેરિકી કંપની પર હુમલાની ધમકી આપતાં વિશ્વમાં ચિંતા પ્રસરી છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ કહ્યું કે, આ હુમલા ઈરાન પર થતા હુમલાના જવાબમાં કરવામાં આવશે. અહેવાલો અનુસાર આઈઆરજીસીએ  મુખ્ય પશ્ચિમી કોર્પોરેશનોને ધમકી આપી છે અને તેમને યુદ્ધ સંબંધિત કામગીરીમાં તેમની કથિત ભૂમિકા બદલ `કાયદેસર લક્ષ્યો' જાહેર કર્યા છે. આ ચેતવણીથી યુદ્ધ વધુ વકરવાનો ભય છે. તેહરાન લશ્કરી સંપતિઓ ઉપરાંત આર્થિક અને તકનીકી માળખાગત સુવિધાઓનો સમાવેશ કરવા માટે સંભવિત લક્ષ્યોની વ્યાખ્યાનો વિસ્તાર કરી રહ્યું છે. તસ્મીન ન્યુઝે અહેવાલ આપ્યો છે કે રિપોર્ટસમાં નામ આપવામાં આવેલી કંપનીઓમાં સિસ્કો, એચપી, ઈન્ટેલ, ઓરેકલ, માઈક્રોસોફટ, એપલ, ગુગલ, મેટા, આઈબીએમ, ડેલ, પેલેન્ટિર, એનવીડિયા, જેપી મોર્ગન, ટેસ્લા, જનરલ ઈલેકટ્રીક, સ્પાયર સોલ્યુશન્સ, જી42 અને બોઈંગનો સમાવેશ થાય છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલી યુનિવર્સિટીઓને નિશાન બનાવવાની ધમકી આપી છે અને તેમના પર ઈરાની શૈક્ષણિક સંસ્થાઓ પર ઈરાદાપૂર્વક હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. આઈઆરસીસીએ દાવો કર્યો છે કે, ઈસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી જેવા ઈરાની સંશોધન કેન્દ્રો પર કથિત હુમલાના બદલામાં અમેરિકા અને ઈઝરાયલ સાથે સંકળાયેલી યુનિવર્સિટીઓને હવે નિશાને લેવામાં આવશે. 

Panchang

dd