મુંદરા, તા. 31 : અહીં મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની
મુંદરા સમસ્ત જૈન સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરાઇ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ એકત્ર થયેલા જીવદયા ફંડમાં
માત્ર 15 મિનિટમાં રૂા. સાડા ત્રણ લાખ
એકત્ર થયા હતા. આ પહેલા, ગૌરક્ષા કેન્દ્રમાં
જૈન યુવક મંડળના ઉપક્રમે એક દાતા પરિવાર દ્વારા 400 જેટલી ગાયોને બે દિવસ મોઢું
મીઠું (લાપસી), મુંદરા પાંજરાપોળમાં 125 મણ નીલા ઘાસચારાનું નીરણ કરાયું હતું. સવારે
ખરતરગચ્છ મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં પ્રભાતિયા તથા ભગવાનની શોભાયાત્રા યોજાઈ
હતી, જેમાં શણગારેલા રથ તથા બેન્ડ પાર્ટી અને ઢોલના
તાલે યુવાનોએ રાસની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રામાં બુંદીના લાડુની પ્રભાવના કરાઇ હતી.
કંદોઈ બજારથી તેરછી ચકલો થઈને જિનાલયમાં પૂર્ણાહુતિ થઈ હતી. શોભાયાત્રામાં પ્રભુજીને
ખોળામાં લઈને બેસવાનો લાભ કંચનબેન વાડીલાલ ફોફડિયા પરિવાર, ભગવાનને
પોખવાનો તથા ધૂપ ધરવાનો લાભ ચંદનબેન ચૂનીલાલ વોરા પરિવાર, પ્રભુજીના
સારથિ બનવાનો લાભ ચંદનબેન નાનાલાલ મોતીચંદ સંઘવી પરિવાર, દીપ
ધરવાનો લાભ હીરૂબેન કાંતિલાલ વાઘજી મહેતા પરિવારે, ચામરનો લાભ
શાંતાબેન ધારસીભાઈ મહેતા પરિવારે, દર્પણ ધરવાનો લાભ મહેતા ચૂનીલાલ
ચત્રભુજ પરિવારે, ધારાવાહીનો લાભ ગીરનાર પ્રેમી રિતેશભાઈ પરીખે
લીધો હતો. આ ટાંકણે, અદાણી પોર્ટના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિતભાઈ
શાહ, સમસ્ત જૈન સંઘના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા, તપગચ્છ જૈન સંઘ પ્રમુખ હરેશભાઈ મહેતા, ઉપપ્રમુખ પપ્પુભાઈ
વોરા, અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મહેશ સંઘવી, અરાવિંદ સંઘવી, પપ્પુભાઈ મહેતા, પુનિત મહેતા, રીતેશ પરીખ, દિનેશ
મોરખિયા, જીતુભાઈ મહેતા, પાંજરાપોળના પ્રમુખ
નવીનભાઈ મહેતા, ભોગીભાઈ મહેતા, ચંદ્રકાંત
પંકજભાઈ શાહ, વિપુલ મહેતા, રોહિત મહેતા,
સતીષ મહેતા, નરેન્દ્ર મહેતા, પ્રભુભાઈ મહેતા, પ્રતીક શાહ, વિપુલ
કેનિયા, કાંતિભાઈ મહેતા, દિલીપ ગોર,
પ્રકાશ ઠક્કર, જીતુભાઈ દોશી, મનીષ મોરબિયા, રાજ સંઘવી, સંકેત
સંઘવી, અમિત શાહ,
જિજ્ઞેશ મહેતા, વૈભવ મહેતા, ડો. હેમાંગ શાહ, પ્રફુલ્લ ફોફડિયા, દર્શન સંઘવી, વિશાલ સંઘવી સહિતના પાંચે ગચ્છના ભાઈઓ બહેનો
પ્રસંગના સાક્ષી બન્યા હતા. જીવદયા ફંડનું
સંચાલન અશ્વિન મહેતા, બિપિન મહેતા, ભરત
મહેતા તથા રસોડાની વ્યવસ્થામાં નિકુંજ મહેતા, મિલન મહેતાની ટીમે
જહેમત ઊઠાવી હતી. બપોરે મહિલા મંડળ દ્વારા પૂજા ભણાવવામાં આવી હતી, એવું તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું હતું. - બારોઈમાં ઉત્સાહથી ઉજવણી : બારોઈ (મુંદરા) ગામના શાંતિનાથ દાદા દેરાસરમાં
ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી થઈ હતી. ગામમાં ધામધૂમથી નીકળેલી શોભાયાત્રામાં મોટી
સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનના પોખાણા કરવાનો લાભ
જાગૃતિ રાંભિયા જોષીએ લીધો હતો. ધર્મધ્વજા લહેરાવીને સમૂહ વંદના કરવામાં આવી. પંચ કલ્યાણક
પૂજા સમૂહમાં ભણાવવામાં આવી હતી. આ અવસરે અદાણી ગ્રુપના રક્ષિતભાઈ શાહ, વસઈ તીર્થ ભદ્રેશ્વરના ટ્રસ્ટી અનિલભાઈ ખોના,
કિશોર સાયાની ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવને સફળ બનાવવામાં બૃહદ કચ્છી
દશા ઓસવાળ મિત્ર મંડળ, અમિત લોડાયા અને નેહાબેન ધુલાએ સક્રિય
જવાબદારી સંભાળી હતી. સંચાલન હેમંત ગુટકાએ કર્યું હતું.