• બુધવાર, 01 એપ્રિલ, 2026

રેલવે સહિતનાં પરિવહન ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ

ગાંધીધામ, તા. 31 : ગાંધીધામ-આદિપુર રેલવેના મલ્ટિ ટ્રેકિંગ પ્રકલ્પનું આજે પ્રધાનમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2014 પછી રેલવેની માળખાંકીય સુવિધામાં વ્યાપક સુધારો આવ્યો હોવાની લાગણી  વ્યક્ત કરાઈ હતી  ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છના પ્રભારી મંત્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ પ્રધાનમંત્રીના વિઝનથી રેલવે તથા ઉડ્ડયન સહિતનાં ક્ષેત્રોમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ બની છે. દેશ ઝડપથી ફાટક મુક્ત બની રહ્યો છે અને રેલવે સંબંધિત સુવિધાઓના રખરખાવ અને નિર્માણમાં ભારત દુનિયામાં અગ્રેસર બન્યું છે. હુકમ પછી કચ્છના સર્વાંગી વિકાસનો શ્રેય પ્રધાનમંત્રીને આપતાં જણાવ્યું હતું કે, સરહદ સુધી પ્રવાસનનો  વિકાસ થયો છે અને લોકોને વિકાસકાર્યોની ભેટ મળી રહી છે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રધાનમંત્રીએ કચ્છ માટે પ્રેમ દાખવીને વિકાસકામોની ભેટ આપી છે. રાજ્યમાં વિવિધ કામોનાં લોકાર્પણ થવાથી જન સુખાકારીમાં વધારો થયો હોવાનું કહી પ્રધાનમંત્રીના દૂરંદેશી વિઝનથી જ ભારતીય રેલવેનું આધુનિકરણ શક્ય બન્યું છે તેમ કહીને કચ્છમાં વિવિધ પ્રકલ્પ માટે સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયાસોને બિરદાવ્યા હતા. માંડવી-મુંદરાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટને કચ્છના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ગણાવીને આ પ્રકલ્પથી કાર્ગો ફેસિલિટી વધુ ઝડપથી અને સસ્તી બનશે, નવી માળખાંકીય સુવિધાઓથી નવી ટ્રેન સુવિધાઓનાં સંચાલન સહિતની બાબતોની સંભાવના વાસ્તવિક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, સવજીભાઈ ચૌધરી, ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, અંજાર પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરી, ગતિશક્તિ ચીફ પ્રોજેકટ મેનેજર લોકેશકુમાર, ગાંધીધામ રેલવેના એઆરએમ આશિષ ધાનિયા, રેલવેના અધિકારીઓ  તેમજ રાજકીય અગ્રણીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. - મલ્ટિ ટ્રેકિંગ પ્રકલ્પની વિશેષતાઓ : આર્થિક વિકાસની નવી ગતિ આપતો પ્રકલ્પ 125 કરોડના ખર્ચે બન્યો છે અને ટ્રેક 11 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. દીનદયાલ પોર્ટ તથા મુંદરા પોર્ટને જોડતી રેલવે લાઇનની ક્ષમતા વધવાથી રેલવે કાર્ગો ફેસિલિટી વધશે, નવો ટ્રેક ઉપલબ્ધ થવાથી ટ્રેનનું સંચાલન ઝડપી અને વિશ્વાસી બનશે, ઔદ્યોગિક એકમો સાથે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, મુસાફરીનો સમય પણ ઘટશે તેમજ કૃષિ આધારિત ઉદ્યોગોને સીધો લાભ મળશે અને કૃષિ ઉત્પાદનો મીઠું તથા સંબંધિત વસ્તુઓનું પરિવહન ઝડપથી અને સસ્તુ થશે.  

Panchang

dd