ગાંધીધામ, તા. 31 : ભચાઉમાં બંદૂક સાથે પોલીસે
એક શખ્સને દબોચી લીધો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પેટ્રોલિંગ દરમ્યાન ગોલ્ડન હોટેલની બાજુમાં
બ્રિજની આગળ કાચા રસ્તા ઉપર આરોપી અરમાનશા મામદશા દિવાન (ઉ.વ.11)ને ઝડપી પાડયો હતો. આરોપીના કબજામાંથી 5000ની કિંમતની હાથ બનાવટની દેશી
બંદૂક કબજે કરાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ
ધરી છે.