• બુધવાર, 01 એપ્રિલ, 2026

જંગી અને આરીખાણાની સીમની પવનચક્કીઓમાંથી ચોરી કરનારા જબ્બે

ગાંધીધામ/ભુજ, તા. 31 : ભચાઉમાં ચોરાઉ મનાતા કોપરની પટ્ટી  અને ભંગારના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે  ત્રણ આરોપીઓની સંડોવણી ખૂલી હતી. જ્યારે અબડાસાના સુથરી અને આરીખાણાની સીમની પવનચક્કીઓમાંથી પણ થયેલી રૂા. 43,460ની વાયરચોરીમાં બે શખ્સને કોઠારા પોલીસે ઝડપી લીધા હતા. બાતમીના આધારે  સ્વસ્તિક પેટ્રોલિયમ પાસે પોલીસે વોચ  ગોઠવી હતી. આરોપીઓ કૈલાશ  માનસિંગ ખારોલ, મનજી લખુભાઈ આહીર   અને થાવર સમા રબારીને ઝડપી પાડયા હતાં. આરોપીઓના કબજામાંથી  1.37 લાખની કિંમતની કોપરની પટ્ટીઓ37,400ની કિંમતનો   1700 કિલો ભંગાર અને બોલેરો પિકઅપ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.  આરોપીઓ  સામે ભચાઉ અને સામખિયાળી પોલીસ મથકે ગુના નોંધાયા છે. આરોપીઓએ જંગીની સીમમાં પવનચક્કીની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ ચોરીના બનાવમાં સહદેવ મગન મારાજરણજિત વિક્રમ રાઠોડજીતુ દેવશી  ખારોલ અને હરેશ રામા કોલીને  ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.બીજી તરફ અબડાસાના સુથરી અને આરીખાણાની સીમમાંથી સુઝલોન કંપનીની પવનચક્કીઓમાંથી ગત તા. 14/2થી 29/3 સુધી કુલ મળીને રૂા. 43,460ના વાયરની ચોરી થઈ હતી, જેમાં કોઠારા પોલીસે આદિલ ઈસ્માઈલ તુર્ક અને આરીફ અસલમ સુમરાને કોઠારા પોલીસે ગઈકાલે રાતે ઝડપી લેતાં આ અંગે સંબંધિતો દ્વારા આરોપીઓ તથા તપાસમાં જે નીકળે તેની સામે આજે ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. 

Panchang

dd