• બુધવાર, 01 એપ્રિલ, 2026

અંજારમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સંઘો દ્વારા રથયાત્રાનું થયું આયોજન

અંજાર, તા. 31 : જૈન સમાજના આરાધ્ય મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે સમસ્ત જૈન સંઘો દ્વારા રથયાત્રા કાઢવામાં આવી હતી,આ રથયાત્રા શહેરના  વર્ધમાન નગરથી નવા અંજાર, ગંગા બજાર 12 મીટર રોડથી નીકળી દાદાવાડી ખાતે પૂર્ણ થઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઊમટયા હતા. મહાવીર જયંતી નિમિત્તે જૈન ભાઇઓએ પોતાના વેપાર- ધંધાઓ સ્વૈચ્છિક બંધ રાખી આ રથયાત્રામાં જોડાયા હતા. જગદીશભાઈ શાહ, ડેનીભાઇ શાહ, જિજ્ઞેશભાઈ દોશી, હેમાંગ શાહ, જયેન્દ્રભાઈ પારેખ, ધીરુભાઈ વોરા, મનુભાઈ સંઘવી, વનેચંદભાઈ, અતુલભાઈ વોરા, કીરણભાઈ પારેખ સહિતના જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નવકારશીનું આયોજન કરાયું હતું.  

Panchang

dd