• મંગળવાર, 31 માર્ચ, 2026

બિદડામાં પુ. સુવિધિબાઈ મહાસતીજીનો 19મા ઉપવાસે સંથારો સીજ્યો

માંડવી, તા. 30: શ્રી કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘના પૂજ્ય સુવિધિબાઈ મહાસતીજી (83 વર્ષ), દીક્ષા પર્યાય 5 (પાંચ) વર્ષનો સંથારો 19મા ઉપવાસે આજે સોમવારના રાત્રે 9:15 વાગ્યે બિદડામાં સીજી ગયો છે. તેમની પાલખીયાત્રા આવતી કાલે તા. 31ને મંગળવારે બપોરે 2 કલાકે નેણામા ઉપાશ્રય બિદડા સર્વોદય હોસ્પિટલ, બિદડા (તા. માંડવી)થી નીકળશે. ગુણાનુવાદ સભા તા. 31-03ને મંગળવારે સાંજે 5થી 6 વાગ્યા દરમ્યાન, તારામતી યોગા હોલ, શ્રી બિદડા સર્વોદય હોસ્પિટલ - બિદડા (તા. માંડવી)માં રાખવામાં આવી છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડાના પ્રમુખ પદે મળનારી આ ગુણાનુવાદ સભામાં કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ ત્રિભુવનભાઈ મહેતા અને કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજનના પ્રમુખ જીગરભાઈ તારાચંદભાઈ છેડા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કાર્યવાહક પ.પૂ. તારાચંદ મુનિ મ.સા. સંથારો (અનશન વ્રત) સ્વીકાર્યો હતો એમ માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Panchang

dd