• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

લખપત તાલુકામાં વૃક્ષોનું વાવેતર વધારો

દયાપર (તા. લખપત), તા. 10 : કચ્છ જલધારા સેવા સંઘ અને પદ્મશ્રી સવજીભાઇ ધોળકિયાના ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જલ મંદિર નિર્માણયાત્રા અંતર્ગત આજે તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે શ્રી ધોળકિયાનું વકતવ્ય યોજાયું હતું. પાટીદાર સમાજવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં સવજીભાઇએ છેવાડાના લખપત તાલુકામાં વધુ વૃક્ષ વાવેતર કરવા સલાહ આપી હતી. હરિયાળીમાં ભારતથી બાંગલાદેશ આગળ છે. ત્યારે આપણામાં વધુ જાગૃતિ આવે અને પાણીની કિંમત સમજી સંગ્રહ કરવા પર ભાર મૂક્યો હતો. સરકારને અહીં સુધી પાણી પહોંચાળવા એક લીટરના રૂા. 45નો ખર્ચ થાય છે. પાણી માટે ડેમ બાંધવા સૂચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કચ્છ જલધારા સેવાના પ્રમુખ કેશવભાઇ ઠાકરાણીએ કર્યું હતું. ઉપપ્રમુખ મનસુખભાઇ પારસિયા, પ્રભુલાલ માકાણી, દીપકભાઇ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભવાનભાઇ પટેલ, વસંતભાઇ પટેલ, અમૃતભાઇ પટેલ તેમજ વિવિધ ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી. 

Panchang

dd