ભુજ, તા. 10 : ગુજરાત સરકારના નોલેજ કન્સેર્ટીયમ
વિભાગના સહયોગથી કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ ખાતે `પોસ્ટ હ્યુમન ટેન્ડેન્સીઝ ઇન રીસન્ટ લિટરેયર્સ' વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો,
જેમાં અધ્યાપકો સહિત એકસો સીતેર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અનુસ્નાતક
વિભાગ, પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સહિત આડત્રીસ સંશોધકોએ સંશોધન પેપર રજૂ કર્યા હતા. વિભાગ અધ્યક્ષ
અને સેમિનાર કો-ઓર્ડિનેટર પ્રોફેસર આર. વી. બસિયાએ આવકાર સાથે કાર્યક્રમની ભૂમિકા આપતાં
પ્રવર્તમાન સમયમાં જુદા જુદા ભાષા સાહિત્યોમાં ઉત્તર માનવવાદ સાથે ટેકનોલોજી અને પર્યાવરણનું
અનુસંધાન સ્પષ્ટ કર્યું હતું. કુલસચિવ ડો. અનિલ ગોરે પરિસંવાદના સાંપ્રત સમયને અનુરૂપ
વિષય પસંદગીની સરાહના કરી હતી. કુલપતિ ડો. મોહન પટેલ અને ફેકલ્ટી ઓફ આર્ટસના ડીન ડો.
કલ્પના સતીજાએ અભિનંદન આપ્યા હતા. મુખ્ય વકતાઓ તરીકે ભાવનગર યુનિવર્સિટીના પ્રોફેસર દિલીપ
બારડ અને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દુષ્યંત નિમાવતએ પરિસંવાદના વિષય સંલગ્ન વ્યાખ્યાન
પ્રસ્તુત કર્યા હતા. આડત્રીસ રીસર્ચ પેપરના સારાંશને સમાવતું ઇ-કોપી સોવેનિયર પ્રસ્તુત
કરાયું હતું. શોધપત્ર વાંચન દરમિયાન ચેરપર્સન તરીકે ડો. દિવ્યા મહેશ્વરી, ડો. ઉષા ભટ્ટ, ડો. દિલીપ કાટલિયા, ડો. રીન્કુ મોદિયાનીએ અને રેપર્ટયર
તરીકે ડો. ધ્રુવ પુરબિયા, ડો. મુકેશ મકવાણા અને ડો. ફારૂક નોડેએ
સેવાઓ આપી હતી. સેમિનારમાં ભાગ લેનાર અને પેપર પ્રસ્તુત કરનાર તમામને પ્રમાણપત્ર અપાયા
હતા. પ્રતિભાગીઓ વતી પ્રતિભાવ વ્યકત કરતા તેહજીબ નોડે, ચાંદની
વસાણી, ડો. અમરેન્દ્ર પાંડે અને ડો. મનોજ છાયાએ આયોજનની સરાહના
કરી હતી. સંચાલન પ્રિયાંશી ભાવસાર, ટેકનિકલ સેશનનું સંચાલન કિશન
પંડયા અને વિશાલ મહેશ્વરીએ કર્યું હતું. આભારવિધિ કરતા ડો. નવલકિશોર શર્માએ ગુજરાત શિક્ષણ વિભાગના કે.સી.જી.નો ખાસ આભાર માન્યો
હતો. આયોજન વ્યવસ્થા ડો. વિજય રામ, રાજુભાઇ ગોર, વિનલ પિત્રોડા, જીમી કાંટેચા, વિશ્વજીતસિંહ
ચુડાસમા, સચિન ડોરૂ, મીરા નાકરાણી અને સુમન
મકવાણાએ સંભાળી હતી.