ભુજ, તા. 21 : મહારાજ
ભૂપતસિંહજી કચ્છ કોઇન સોસાયટી અને કચ્છ ફિલાટેલિક એસોસીએશન દ્વારા સ્નેહમિલન
સમારોહ પ્રમુખ જગદીશભાઇ સોનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિ વિશેષ પદે રિજનલ
સાયન્સ સેન્ટર ભુજના ડાયરેક્ટર વિરલભાઇ પરમાર અને સામાજિક અગ્રણી અજિતભાઇ માનસત્તા
રહ્યા હતા. માધાપરના ફિલાટેલિક નારાણભાઇ
વાલજીભાઇ મચ્છરને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જગદીશભાઇ સોની, નારણભાઇ ગામી, દિનેશ મહેતા, રાજેશ
ગણાત્રા અને નારણભાઇ મચ્છર દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. સ્વાગત પ્રવચનમાં
જગદીશભાઇ સોનીએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. નવા આજીવન સભ્યો ગૌતમભાઇ ભાનાણીનું અને
મોહનભાઇ વેલાણીનું સ્વાગત કરાયું હતું. કચ્છ સાયન્સ સેન્ટરના પ્રમુખ અને સંશોધક
ડો. એચ. એચ. ભુડિયા, જિનિવાથી જોડાયેલા હતા. દિનેશ મહેતાએ
એસોસીએશનનાં 49 વર્ષ દરમ્યાન સંસ્થાના
પ્રયત્નોથી કચ્છના વિષયો પર બહાર પડેલી ટપાલ ટિકિટો અને અને સ્પેશિયલ કવર વિશે
માહિતી આપી હતી. માધાપરના નારણભાઇ વાલજીભાઇ મચ્છરને લાઇફ ટાઇમ એચિવમેન્ટથી
સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલીપભાઇ મચ્છરે જણાવ્યું કે, નારાણભાઇ 10 વર્ષની
વયથી સિક્કા સંગ્રહ અને ટિકિટ સંગ્રહનો શોખ ધરાવે છે. આજે 83 વર્ષની
ઉંમરે પણ એમણે શોખ જાળવી રાખ્યો છે. વિરલભાઇ પરમારે જણાવ્યું હતું કે, સંગ્રહ શોખ પણ એક ઇતિહાસ
અને વિજ્ઞાન જ છે અને વિદ્યાર્થીઓ પણ આ શોખમાં રસ ધરાવતા થાય તે માટે પ્રયત્નો
કરવા જોઇએ. અજીતભાઇએ પોતાનાં પુસ્તક સંગ્રહના શોખ વિશે માહિતી આપી હતી. જાયન્ટ્સ
ક્લબ ભુજના પ્રમુખ અશોકભાઇ માંડલિયા, ધ્રુવીબેન ઉમરાણિયા,
ભરતભાઇ મહેતાને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરાયા
હતા. રિયાબેન કંદોઇ, નીતિનભાઇ હરસિયાણી, રાજેશભાઇ ગણાત્રા, વિજયાબેન પટેલ, દીપ કટ્ટા, પ્રતીક બાપટ, પુષ્પાબેન
સોની, પૂનમબેન ગણાત્રાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન અશોકભાઇ
ઝવેરી અને આભારવિધિ રાજેશભાઇ ગણાત્રાએ કરી હતી.