શંખેશ્વર, તા. 5 : શંખેશ્વર
મહાતીર્થે જહાજ મંદિર એન્કરવાલા ધામે શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરિશ્વરજી મહારાજાના 50મા
દીક્ષા દિનના અવસરે શાત્રીય સંગીત વિશારદ પ્રખર સંગીત તજજ્ઞ આશિષભાઇ મહેતા દ્વારા
જ્ઞાનસાર એક અધ્યાત્મ ગીતા ગ્રંથ તૈયાર કરાયો છે. આ ગ્રંથનું મહાપૂજન અંતર્ગત
પુણ્યરત્ન મ.સા., નયશેખર મ.સા. એવં સા. સુનંદિતાશ્રીજી મ.સા., સા.
કૃતિનંદિતાશ્રીજી મ.સા., સા. અર્હમનંદિતાશ્રીજી મ.સા., સા. અમીવર્ષાશ્રીજી મ.સા.ના હસ્તે વિમોચન કરાયું હતું. વિમોચન બાદ નયશેખર
મ. સા.ને જ્ઞાનસાર ગ્રંથ અર્પણ કરાયો હતો. આત્મજ્ઞાન સાથે જોડી આપતા અનેક શાત્રો
આપણે ત્યાં છે. એમાંનું એક શાત્ર તે ષડદર્શન શાત્રવેતા 350 વર્ષ
પહેલાં શ્રીમદ્ યશોવિજયજી મહારાજની અનુભૂતિની અમૃતવાણીના સ્વર્ણિમ પૃષ્ઠો જેમાં
સમાયાં છે એ ગ્રંથ `જ્ઞાનસાર-એક અધ્યાત્મ ગીતા' છે. એનું શ્રવણ કરતાં-કરતાં સાધક આત્મિક
આનંદની અનુભૂતિને પામે છે અને પૂર્ણાનંદની અવસ્થાએ પહોંચે છે. સાધક વ્યક્તિ,
જ્ઞાનસારના શબ્દોમાં સમાયેલા ભક્તિના, શ્રદ્ધાના,
સધનાના, શરણાગતિના ભાવને સ્વરબદ્ધ કરીને
ભાવપૂર્ણ અધ્યાત્મ ગીતા બહુજન હિતાયના ઉદ્દેશથી લઇને આવ્યા છે. આશિષ મહેતા ગાયક
અને સ્વરકાર તો છે, સાથે અભ્યાસુ લેખક, સંકલનકાર અને વક્તા પણ છે. એટલે એમના વાણી પ્રવાહમાં જૈન ધર્મનું, ભારતની સનાતન સંસ્કૃતિનું, અધ્યાત્મ જગતનું જ્ઞાન
અર્થપૂર્ણ રીતે અનુભવી શકાય છે. જૈન સમાજના તમામ ગ્રંથોનો નિચોડ આ ગ્રંથમાં
પહેલીવાર જૈન સમાજમાં 4 મલ્ટિ કલરમાં અને ત્રણ ભાષામાં
ગ્રંથ લખાયો છે. મુંબઇ, અમદાવાદ, કચ્છ, ઉત્તર ગુજરાત
વિગેરેથી ગુરુભક્તો સામાજિક, આધ્યાત્મિક અગ્રણીઓ સહિત હાજર
રહ્યા હતા.