• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

ભાગવત કથાનું શ્રવણ મોક્ષ પ્રાપ્તીનું શ્રેષ્ઠ માધ્યમ

ભુજ, તા.5 : અહીં એકતા સોસાયટીની બાજુમાં આવેલાં સ્વયંભૂ બિહારીલાલ (દૂધેશ્વર) મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત મૌનીબાપુની પુણ્ય સ્મૃતિમાં આયોજિત શ્રીમદ્  ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાયાસનેથી કાશી અભ્યાસી આચાર્ય મૌલીશ્વરજી એ કથામાં દેવરાજ ઈન્દ્રનું અભિમાન ઉતારવા ભગવાન શ્રી કૃષ્ણએ ટીચલી આંગણી પર ગોવર્ધન પર્વતને ધારણ કર્યાની કથા રજૂ કરી હતી. કથા પ્રસંગે અન્નકુટ ઉત્સવ ઉજવાયો હતો. ગીત સંગીતના સથવારેમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે ગીત સંગીતના સથવારે રાસગરબા સાથે ઉજવાયો હતો. વરપક્ષના માતા-પિતા તરીકે એકતા સોસાયટીના પ્રજ્ઞાબા દિલીપસિંહ સોઢા દંપતિ તેમજ કન્યા પક્ષના માતા-પિતા પંકજબેન દિલીપભાઈ ઠક્કર દંપતિ (ફરસાણી દુનિયા પરિવાર) રહ્યા હતા. એકતા પરિવારના અગ્રણી નિકુંજભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું. રૂક્ષ્મણી વિવાહની રાત્રે નવીનગીરી ગોસ્વામી અને નારાયણ ઠક્કરના કંઠે રાસગરબા અને સંતવાણી યોજાઈ હતી. સપ્તદિવસીય જ્ઞાનયજ્ઞને વિરામ તરફ લઈ જતાં ભગવાનના વિવિધ લીલા ચરિત્રો, સુદામા ચરિત્ર, મહાત્મ્ય, અંતે પરિક્ષિત રાજાનો મોક્ષ સાથેની કથામૃતનું પાન કરાવતાં અંતે વકતા પૂજ્ય મૌલીશ્વરજીએ જણાવ્યું હતું કે, પરિક્ષિત રાજાની જેમ એક જ આસને કથાશ્રવણથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુખ્ય યજમાન રેણુબેન વિકાસભાઈ પ્રહલાદભાઈ ગોયલ પરિવાર દ્વારા કથા દરમ્યાન પૂજનવિધિ આચાર્ય નંદુ મહારાજ અને મયૂર મહારાજએ કરાવી હતી. મંદિરના વહીવટી ટ્રસ્ટી રૂપભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ મંદિર સેવા સમિતિએ આયોજન વ્યવસ્થા સંભાળ્યા હતા. નારાયણયજ્ઞ બાદ યજ્ઞમાં શ્રીફળ હોમવાની સાથે યજ્ઞકર્મ સંપન્ન કરાયો હતો.

Panchang

dd