• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ભુજની નવી શાકમાર્કેટ પાસેના અતિ વ્યસ્ત માર્ગની હાલત બની દયનીય

ભુજ, તા. 20 : અહીંની નવી શાકમાર્કેટ પાસેના અતિ વ્યસ્ત માર્ગની હાલત બદતર બનતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ભુજના મુખ્ય માર્ગો પૈકીનો એક, જ્યાંથી દરરોજ એસટી બસો અને નાનાં-મોટાં વાહનોની ભારે અવરજવર રહે છે તેમજ અનેક પ્રવાસીઓ પણ આવતા-જતા હોય છે, તેવો નવી શાકમાર્કેટ પાસેનો રોડ થોડા ભાગમાં અત્યંત બિસમાર હાલતમાં ફેરવાઈ ગયો છે. શહેરના હૃદય સમાન આ સૌથી ધમધમતા વિસ્તારમાં માર્ગે ખાડાઓના કારણે વાહનોને ભારે પછડાટ ખાવી પડે છે, જેનાથી અકસ્માત થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકોની આ ગંભીર સમસ્યા અંગે જાગૃત નાગરિક મિતેષભાઈ શાહે ભુજ નગરપાલિકાનું ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે રોડની મરંમત કરવાની માંગ સાથે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાને રજૂઆત કરી હતી. શ્રી જાડેજાએ આ ગંભીર મામલે હકારાત્મક પ્રતિભાવ આપતાં ખાતરી આપી હતી કે, આ માર્ગનું સમારકામ ટૂંક સમયમાં જ પ્રાથમિકતાના ધોરણે હાથ ધરાશે.  

Panchang

dd