નવી દિલ્હી, તા. 20 : પંજાબના લુધિયાણામાં
પોલીસે કરેલી કાર્યવાહીમાં બે ખાલિસ્તાનીના એન્કાઉન્ટર કર્યા હતા, જ્યારે બે આતંકવાદી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેમની પાસેથી પાંચ પિસ્તોલ અને બે હેન્ડગ્રેનેડ જપ્ત કરાયા હતા. એક મીડિયા હેવાલ મુજબ,
પોલીસે પંજાબના લુધિયાણાના લાડોવાલ ટોલ પ્લાઝા પાસે હાથ ધરેલી કાર્યવાહીમાં
બે ખાલિસ્તાની આતંકવાદીનું એન્કાઉન્ટર કર્યું હતું. તેમની પાસેથી પાંચ પિસ્તોલ અને
હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ પહેલાં તેમના ત્રણ સાથી બિહાર, હરિયાણા અને પંજાબના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે,
બંને ખાલિસ્તાની આતંકવાદીઓ કોઈ નિશ્ચિત જગ્યા પર હેન્ડ ગ્રેનેડ ફેંકવાના
હતા. તેમની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ અને પાંચ પિસ્તોલ પણ કબજે લેવાયા હતા. આરોપીઓ પાકિસ્તાનમાં
બેઠેલા હેન્ડલર્સના સંપર્ક હતા.