• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

સામખિયાળીનાં તળાવમાં મગર દેખાતાં લોકોમાં ભય ફેલાયો

ભચાઉ, તા. 20 : તાલુકાનાં જંક્શન મથક સામખિયાળી ગામના સામતસર તળાવમાં ઇતિહાસમાં પ્રથમ વખત હિંસક પ્રાણી મગરે દેખા દેતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. અંદાજિત પાંચથી છ ફૂટ લાંબો મગર તળાવ કિનારે શિયાળાની ઠંડી વચ્ચે સૂર્યસ્નાન કરતા જોવા મળ્યો હતો. મગર જોવા મળતાં કેટલાક ઉત્સાહી લોકોએ મગરનાં દૃશ્યોને પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વહેતા કર્યા હતા. જો કે, તળાવની આસપાસ રહેલી દુકાનોને લઈ લોકોને સચેત રહેવા  સૂચના અપાઈ છે. આ અંગે સામખિયાળીના સરપંચ જગદીશ મઢવી સાથે વાત કરતા તેમણે ગામનાં તળાવમાં પ્રથમ વખત મહાકાય મગર હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, તળાવ અંદર હિંસક પ્રાણી મગર હોવાની જાણ થતાં જ ગ્રામ પંચાયત દ્વારા તેની ખરાઈ કરવામાં આવી હતી અને મગરથી સાવધાન રહેવા લોકોને જાહેરાત કરીને સૂચિત કરવામાં આવ્યા છે.  ખાસ કરીને તળાવમાં પશુઓને પાણી પીવડાવવા લઈ જતા માધારીઓને પણ સોશિયલ મીડિયા મારફતે તથા આસપાસના લોકોને તેની જાણ કરાઈ હતી. મગર અંગેની માહિતી વન વિભાગને આપી યોગ્ય નિવારણ માટેની રજૂઆત કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

Panchang

dd