ભુજ, તા.20 : વિકસિત ભારત-2047 વિષયક છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય
પરિષદ અંતર્ગત 10 સત્રમાં કુલ 127 સંશોધન પેપરો રજૂ કરાયા હતા.
ભારતના સાંસ્કૃતિક અને પ્રાદેશિક વારસા રાષ્ટ્રીય વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પરિબળ હોવાનો
સત્રમાં નિષ્કર્ષ આપ્યો હતો. આ 10 સત્રમાં વિકસિત
ભારત ।઼ 2047ની દૃષ્ટિ હાંસલ કરવામાં પર્યટનની
ભૂમિકા, ડિજિટલાઈઝેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની
ભૂમિકા, સામાજિક વિજ્ઞાનોનું યોગદાન, ગ્રીન
ઈકોનોમી અને બ્લૂ ઈકોનોમી સસ્ટેઈનેબિલિટીનું ભવિષ્ય, એલાઈડ સાયન્સના
વૈજ્ઞાનિક અભિગમો, ફાયનાન્શિયલ સેકટર સુધારાઓ, વૈશ્વિક પરિસ્થિતિ અને ભરતના વિકાસ માર્ગ પર તેનો પ્રભાવ, વિરાસતનો વિકાસ, ભારતીય જ્ઞાન પરંપરા, કચ્છમાં પર્યટનનો વિકાસ તેમજ કચ્છના વિશેષ સંદર્ભમાં કિનારે અને સાગરજીવ વિવિધ
સંરક્ષણ સહિતના વિષયો આવરી લેવાયા હતાં. `િવરાસત એ વિકાસ' નામક વિશેષ સત્ર યોજાયું હતું જેમાં કુલ 127 સંશોધન પેપર રજૂ થયાં હતાં
જેમાં કચ્છની મૌખિક પરંપરા અને લોકસાહિત્ય, ભારતીય લોકકલાનો આધુનિક ઉપયોગ, વારસા સંરક્ષણના પડકારો,
વેલનેસ ટૂરિઝમ, એ.આઈ. યુગના શિક્ષણ વિશે માહિતી
અપાઈ હતી. સત્રે નિષ્કર્ષ આપ્યો હતો કે, ભારતના સાંસ્કૃતિક અને
પ્રાદેશિક વારસા રાષ્ટ્રીય વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પરિબળ છે. બીઆરઆઈસીએસમાં મહિલા
સશક્તિકરણ જેવા મુદ્દા પર રજૂઆત કરાઈ હતી. ભારતના આર્થિક વિકાસ અને લક્ષ્યોને સ્થિરતા
આપવા માટે આવશ્યકતા વિષયક એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું હતું. પરિષદનું
સંયુક્ત આયોજન સેન્ટર ફોર વોટર રિસોર્સીસ એન્ડ સસ્ટેનેબલ સ્ટડીઝ કચ્છ યુનિ.,
એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી, ઈન્ડિયા ઈકોનોમિકસ
એન્ડ એલાઈડ સાયન્સીસ એસો., ગુજરાત ગ્રાઉન્ડ વોટર એસો. દ્વારા
કરાયું હતું. યુગાધારભાઈએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીની આવડત
સાથે સમન્વય સાધવો પડશે ત્યારે જ ભૂગર્ભજળના
સંરક્ષણની દિશામાં સાર્થક પ્રક્રિયા થશે. નિષ્ણાતો સાથે વિદ્યાર્થીઓ માટે ચિંતન કરી
ભવિષ્યની દિશાઓ પર ચર્ચા કરી હતી.