અઝીમ શેખ દ્વારા : ગાંધીધામ, તા. 20 : ઈસ્લામ ધર્મ અમન અને
સલામતીનું નામ છે. શાંતિ, સહિષ્ણુતા, નિખાલસ ભાઈચારો, સમજણ અને સંવાદની સંસ્કૃતિ ઈસ્લામ ધર્મનો સંદેશ છે સહિષ્ણુતા, સહન કરવું, શાંતિ અને પ્રેમ ઉપર જ છે. ઈસ્લામ ધર્મમાં
માનવ અધિકારને મોટું મહત્ત્વ આપવામાં આવ્યું છે
તેવું વિશ્વમાં અમનભાઈચારાનો પયગામ પ્રસરાવતી સૂફી પરંપરાના આધ્યાત્મિક વડા પીર સૈયદ અબ્દુલ કાદીર ઝીલાની ગૌષુલ આઝમ (રદીયલ્લાહો
અન્હો)ની 18મી પેઢીના
સીધા વંશજ શેખ સૈયદ હાસીમ અલ ગીલાની અલહસની
વલ હુસૈનીએ રૂબરૂ મુલાકાત દરમ્યાન જણાવ્યું
હતું. કચ્છની ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન
ગાંધીધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરોને સંબોધતા કહ્યું હતું કે, બગદાદ (ઈરાક) અહીંથી દૂર છે, પરંતુ અહીંના મુસ્લિમોના હૃદયની અત્યંત નિકટ છે. ઈરાક તે મહાન દેશ છે,
જેને પયગંબરોની ધરતી કહેવામાં આવે, ઈરાકમાં હઝરત મોહમ્મ્દ સલ્લલ્વાહો અલયે વસલ્લમના પરિવારજનો
આવીને વસ્યા છે, ઔલિયાએ
સાલેહીન ઈરાકમાં આવીને વસ્યા છે. દરેક
વલીની શાન મોટી છે, પરંતુ ઍબસીરતુલ ગૌષિયા'માં દર્શાવવામાં આવ્યું છે કે,
તમામ વલીઓમાં ગૌષુલ આઝમની શાન નિરાલી છે. તેમણે ઉમેર્યું હતું કે,
અમારા નાના હઝરત રસુલુલ્લાહ
સલ્વલ્વારો અલયહે વસલ્લમે કહ્યું છે કે, જ્યારે તમે સંકટમાં
હોવ મારા દ્વારે આવો ગૌષુલ આઝમે પોતાનાં ઘરના
દરવાજા તમામ અનુયાયીઓ માટે ખુલ્લા રાખ્યા છે. તે દ્વાર અહીથી દૂર છે, પરંતુ
આજે આ પ્રવાસના લીધે બગદાદના દ્વાર તમારાં આંગણે છે. ત્રણ દિવસના પ્રવાસના યજમાન હાજી
જુમા રાયમા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા ધર્મગુરુએ વધુમાં કહ્યું હતું કે,
હું કોઈ પૂર્વ આયોજિત કાર્યક્રમ તળે કચ્છમાં ઉપસ્થિત નથી રહ્યો, પરંતુ ગૌષુલે આઝમના
સંકેતને લીધે આજે આપની સામે ઉપસ્થિત થયો છું. તેમણે કહ્યું કે, હઝરત ગૌષુલ આઝમની અનેક કરામતો છે અને
દરેક પ્રસંગમાં અનુયાયીઓ માટે પ્રેરણા છે.
દીનનો પ્રચાર કરતા અગાઉ હઝરત ગૌષુલ આઝમે ઉચ્ચ
અભ્યાસ અને મરતબા પામ્યા. પ્રથમ તેઓ કૂતૂબ
બન્યા અને જ્યારે કૂતૂબોના કૂતૂબ બની ગયા, ત્યારે આપે પોતાનો રૂહાની ફૈઝ અનુયાયીઓને આપ્યો અને દીનનો પ્રચાર કર્યો. અલ્હમ્દુલિલ્વાહ હું આપના તમામ અનુયાયી (મુરીદો)નો
આભાર માનુ છું, જેઓ અકીદત ધરાવે છે. સુલ્તાન સલાહુદ્દીન ઐયુબી હઝરત ગૌષુલ આઝમના અનુયાયી હતા. વૃદ્ધાવસ્થામાં સલાહુદ્દીનને પૂછવામાં આવ્યું છે
તેઓ ઘણા યુદ્ધોમાં ભાગ લીધો છે છતાં તમારા શરીર ઉપર ઈજા(ઘાવ)નાં નિશાન કેમ નથી.
તેમણે કહ્યું કે, હું પાંચ વર્ષનો હતો, ત્યારે મારા પિતા ગૌષુલે આઝમ પાસે લઈ ગયા હતા. તેમની દુઆઓથી યુદ્ધમાં હું સુરક્ષિત
રહ્યો છું. ગૌષુલ આઝમે કહ્યું હતું કે,
તેમને દુનિયાનો મોહ નથી. જે
દુનિયાનો મોહ છોડી દે છે, દુનિયા તેની પાછળ
ચાલે છે. આ દુનિયામાં રહીને તમે અલ્લાહ
સુબ્હાનહુ તઆલાને રાજી કરવા આવ્યા છો. જો તમે અલ્લાહની યાદમાં પરોવાયેલા રહેશો અલ્લાહ તમને યાદ રાખશે. દરેક મુશ્કેલીઓની સાથે સરળતા
હોય છે. દરેક ઈન્સાનની જિંદગીમાં ખરાબ સમય આવે છે, પરંતુ તેની
સાથે સારો સમય પણ આવે છે. આ વિશ્વ એક ચક્ર સમાન છે. કયારેક તમે બુલંદી પણ રહો છો, કયારેક તમે નીચા રહો છો. અલ્લાહ ત્આલા તમને સતત નીચા નહીં રાખે અને સતત બુલંદી ઉપર નહીં રાખે, ગૌષુલે આઝમે
આ વાતો પોતાની કીતાબ ઍગુન્નીયુતાલેબીન'માં લખી છે. આપે તેમાં આપણને શિખવ્યું છે કે, આપણે આધ્યાત્મિક પ્રગતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ અને અલ્લાહની નિકટતા કેમ પ્રાપ્ત થઈ શકે તેવું તેમણે ઉમર્યું હતું.