કાઠડા (તા. માંડવી), તા. 20 : માંડવી તથા
આ વિસ્તારની કાંઠાળપટ્ટીમાં બે-ત્રણ દિવસથી ગેબી ધડાકાના અવાજ સાથે સામાન્ય કંપન થતું
હોય એવા અવાજ આવતાં લોકોમાં ભય ફેલાયો છે. રાત્રિના ભાગે વધુ અવાજ સાથે મકાનના બારી-દરવાજાના
કંપન સાથે અવાજ આવતાં ધરતીકંપ તો નથી ને તેવી ચર્ચાઓ સાથે લોકો વધુ ભયભીત બની જાય છે
અને આ અવાજ સાથે અમુક મકાનોમાં પણ સામાન્ય તિરાડો જેવું દેખાય છે. કાઠડા ગામે આવેલ
ધાનાડા આશ્રમના મહંત ધીરેન્દ્રપુરી બાપુએ કચ્છમિત્રનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, બે-ત્રણ દિવસથી આ અવાજ સાથે કંપનના લીધે સાધનામાં
પણ વિક્ષેપ થઇ રહ્યો છે. ભલે દરિયાઇ માર્ગે કોઇ પેટ્રોલિંગ ચાલી રહ્યું હશે,
પણ આ અવાજ સાથે જમીનમાં ધ્રુજારીના લીધે મકાનોમાં તિરાડો દેખાય છે,
જેના લીધે મકાનો પણ નબળા થાય છે, જેથી આ અંગે તંત્ર
જાગૃત થાય અને આ વિસ્તારમાં ભય ફેલાવે છે એવા ધડાકાઓ બંધ કરાવે તેવી લોકમાંગ છે.