દહીંસરા (તા. ભુજ), તા. 19 : આ ગામમાં
ગ્રામ પંચાયતનું 30 લાખથી વધુ
રકમનું ગામલોકોનું લેણું બાકી છે. પંચાયત અનેક વખત માગણું માગી ચૂકી હોવા છતાં બેદરકારીને
પગલે હવે કડક નિયમોનો અમલ કરી વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરાશે તેવું જણાવાયું હતું. હક્ક
અને ફરજ સિક્કાની બે બાજુ છે, એક હાથે
આપવું અને બીજા હાથે લેવું એ નિયમ છે. કરવેરા ભરવામાં આળસ કરતા લોકો સારાં કામોની અપેક્ષા
રાખે છે, પરંતુ નાણાં ભરવામાં બેદરકારી દાખવતા હોવાની ફરિયાદ
ઊઠી હતી. વિકાસના કામો કરવા નાણાંની જરૂર પડે છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દહીંસરાના
ગામલોકો પાસે કરવેરા રકમ રૂા. 30 લાખથી વધારે રજિસ્ટરમાં બાકી દર્શાવે છે. લોકો કર ચૂકવતા નથી
અને સુખરૂપ સુવિધાઓની માગણી કરે તે કેટલી યોગ્ય છે તેવા પ્રશ્નો ઊઠયા હતા. પંચાયત દ્વારા
અનેક વખત કર વસૂલાતની માંગ કરાઈ છે. હવે કડક નિયમોનો અમલ કરીને વેરા વસૂલાત ઝુંબેશ
હાથ ધરાશે તેવું જણાવાયું હતું. હાલ પંચાયતની હાલત કફોડી બની હોવાનું ઉમેર્યું હતું.