• શુક્રવાર, 26 જુલાઈ, 2024

પ્રતાપરાય ત્રિવેદીનું કચ્છી ભાષાના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન

ભુજ, તા. 9 : કચ્છી સાહિત્ય મંડળ દ્વારા પદ્ય સર્જન પર સેમિનાર-વિમોચન સહિતનો કાર્યક્રમ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિવિશેષ દેવરાજભાઈ ગઢવી, રશ્મિબેન, શંકરભાઈ સચદે, જોરાવરસિંહજી રાઠોડ, નવલસિંહ જેમુભા વાઘેલાની ઉપસ્થિતિમાં સ્વ. પ્રતાપરાય ત્રિવેદીજીના ત્રણ પુસ્તકોનો સંપુટ `પ્રતાપી કાવ્યકલાપ' પુસ્તકનું વિમોચન કરાયું હતું. સ્થાપક પ્રમુખ લાલજી મેવાડા  `સ્વપ્ન'એ આજના દિવસને યાદગાર ગણાવ્યો હતો. વિનોદ ચાવડાએ કચ્છી સાહિત્ય મંડળ દ્વારા આયોજિત સ્વ. પ્રતાપરાય ત્રિવેદીજીના કચ્છી ભાષામાં બહુમૂલ્ય યોગદાનને ઉજાગર કરતા આ સેમિનારની સરાહના કરી હતી. શંકરભાઈ સચદે અને જોરાવરસિંહજી રાઠોડે કચ્છી ભાષાની માન્યતા બાબતે સત્વરે જાગવું પડશે એવું સૂચન કર્યું હતું. સર્જક મીમાંસા : પ્રતાપરાય ત્રિવેદી અંતર્ગત પ્રથમ બેઢક જયંતી જોશી `શબાબ'ના અધ્યક્ષસ્થાને લાલજી મેવાડા `સ્વપ્ન'એ તેમના સમગ્ર પદ્ય સર્જનમાં છંદ અને અલંકાર વિશે પેપર વાંચન કર્યું હતું., જ્યારે હરેશ દરજી `કસબી'એ તેમના સમગ્ર પદ્ય સર્જનમાં ખિલખેટો વિષય પર પેપર વાંચન કર્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી જયંતી જોશી `શબાબ'એ જણાવ્યું કે પ્રતાપરાય ત્રિવેદીજી કવિ રાઘવ પછી એવા કવિ રહ્યા છે કે તેમણે છંદોબદ્ધ રચનાઓ લખી છે. બપોર પછી બીજી બેઠકમાં ડો. કાંતિભાઈ ગોર  `કારણ'ના અધ્યક્ષસ્થાને કમલેશ મોતાએ તેમના સમગ્ર સર્જનમાં  `તત્સમ શબ્દ' પર પેપર વાંચન કર્યું હતું અને રવિ પેથાણી `િતમિર'એ અનુવાદ પર તેમજ ડો. પૂર્વી ગોસ્વામીએ તેમના સમગ્ર સર્જન પર આધ્યાતમિક નિરુપણ વિષય પર પેપર વાંચન કર્યું હતું કચ્છી ભાષા/સાહિત્ય પુસ્તક પરીક્ષા અંતર્ગત પ્રથમ ક્રમાંકે નારાણ માંડણ સીજુ (ભુજોડી) આવતાં નગરઅધ્યક્ષા રશ્મિબહેનના  હસ્તે તેમને રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.  જ્યારે હર્ષ હરેશભાઈ જોશી (ભુજ) દ્વીતીય ક્રમે અને અઝીઝ આઈ. છરેચા (અંજાર) ત્રીજે ક્રમે આવતાં રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જિગર છેડા (પ્રમુખ ક.વી.ઓ.)નો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. મોહનલાલ જોશી, મનસુખલાલ લિમડા અને શ્યામ ગોરએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન કૃષ્ણકાંત ભાટિયાએ  જ્યારે અભારવિધિ પબુભાઈ ગઢવીએ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang