ભુજ, તા. 5 : જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન
મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર-ભુજ દ્વારા આયોજિત વિશ્વ એન.જી.ઓ. દિને વસ્ત્ર મોલનો 300 બાળકે લાભ લીધો હતો. સંસ્થાના
મોભી વેલજીભાઇ મહેતાના અધ્યક્ષસ્થાને દાતાઓના સહયોગે ગ્રામ સ્વરાજ સંઘ, સોન ટેકરી-નીલપર સંચાલિત વિનય મંદિર અને શિશુ
મંદિર શાળામાં વિશ્વ એન.જી.ઓ. દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં છાત્રો માટે `વસ્તુ અમારી, પસંદગી તમારી' નિ:શુલ્ક વત્રમોલનું આયોજન કરાયું હતું.
બાળકોને નિ:શુલ્ક વત્રો અપાયાં હતાં. સંસ્થાના
નકુલભાઇ ભાવસારે પ્રસંગ પરિચય આપ્યો હતો. પ્રો. ચેરમેન હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ભાવનાબેન
જોશી, વિનોદ દોશી, જૈની બાબરિયા,
ભારતીબેન મહેતા, કે. બી. પરમાર, મનીષભાઇ મહેતા, હર્ષદભાઇ નિર્મલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
સંચાલન શાંતિલાલ રાજગોરે, આભારવિધિ જ્હોનભાઇએ કરી હોવાનું ડો.
રૂપાલીબેન મોરબિયાએ જણાવ્યું હતું.