• શુક્રવાર, 06 માર્ચ, 2026

ભચાઉમાં બે પરિવાર વચ્ચે જુની અદાવતમાં રાપર ધારાસભ્યની મધ્યસ્થીથી સમાધાન

ભચાઉ, તા. 5 : શહેરમાં બે પરિવારો વ ચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદમાં રાપરના ધારાસભ્ય દ્વારા મધ્યસ્થીના પ્રયાસ કરાયા હતા  અને બન્ને પરિવારનો વચ્ચે સમાધાન થયું હતું. જૂની અદાવત ના કારણે પ્રરિવારો વચ્ચે મનદુખ થયું હતું. છેલ્લા ઘણા સમયથી ભચાઉ મુકામે ચાલતા ઝઘડા બાબતે સામસામે ઘણી બધી ફરિયાદો દાખલ થયેલ તેમજ ઝઘડાઓ થયા હતાં. જેમાં રવજીભાઈ ગણેશાભાઈ દાફડા તેમજ વિરજીભાઈ છગનભાઈ દાફડા તેમજ તેમનો પરિવાર કુટુંબ તેમજ સામેવાળા હીરાભાઈ ગણેશભાઈ રાઠોડ કાનજીભાઈ હીરાભાઈ રાઠોડ તેમજ તેમના પરિવાર વચ્ચે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજી ખુશીથી સમાધાન થયું હતું. બંને પક્ષકારો રાજી ખુશીથી એકબીજાના જુના મનદુખો ભૂલીને એક બીજા ને હાથ મિલાવી ને  ગળે મળ્યા હતાં. આ અવસરમાં મુખ્ય આગેવાન ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઇ વસતાભાઈ રાઠોડ, વાઘુભા જાડેજા, નરેન્દ્ર દાન ગઢવી, ભચાઉ તાલુકા પત્રકાર એસોસીએશન ના પ્રમુખ મહાવીરસિંહ રાણા સમાજના આગેવાન ગોકળભાઈ પરમાર હરિભાઈ પરમાર ઉમેદભાઈ વાઘેલા દિનેશભાઈ કાટેચા હરેશભાઈ કાઠેચા રમેશભાઈ દાફડા કે ડી ચૌહાણ કાંતિ લોચા નરેશ દાફડા ખીમજી રાઠોડ ખાનજી રાઠોડ પરિવાર.હાજર રહ્યા હતા  

Panchang

dd