• રવિવાર, 16 જૂન, 2024

સામાજિક કાર્યોના લીધે સમાજની એકતા અને સંગઠન શક્તિ વધે

ભુજ, તા. 20 : કચ્છ જિલ્લા ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવીત (જનોઈ)નો કાર્યક્રમ કચ્છ જિલ્લા ઔદિચ્ય બ્રહ્મસમાજના પ્રમુખ ભોગીલાલ વ્યાસના અધ્યક્ષપદે શિવકૃપાનગર સમાજવાડી ભુજમાં યોજવામાં આવ્યો હતો. શરૂઆત દીપપ્રાગટય સંસ્થાના પ્રમુખ ભોગીલાલ વ્યાસ, ઉપપ્રમુખ વસંતભાઈ વ્યાસ, યજ્ઞોપવીત કાર્યક્રમના કન્વીનર હિમાંશુ ત્રિવેદી, મહેશ રાવલ અને નીતિન પંડયાના હસ્તે કરાઈ હતી. યજ્ઞોપવીત સંસ્કારવિધિના આચાર્ય પદે દીપકભાઈ રાવલ- અંજાર અને સહઆચાર્ય પદે કશ્યપ પંડ્યા- અંજાર અને હેમેન્દ્રભાઈ ભટ્ટ-અંજારે સંસ્કારવિધિ કરાવી હતી.  હાજર રહેલા દાતાઓનાં સન્માનમાં ભોગીલાલ વ્યાસનું વસંતભાઈ વ્યાસ, વસંતભાઈ વ્યાસનું ભોગીલાલ વ્યાસે અને મહિલા મંડળના પ્રમુખ હેમાબેન જાની (એડવોકેટ), યુવા ઉપપ્રમુખ હિતેશ પંડયા, કાર્યક્રમના કન્વીનર હિમાંશુ ત્રિવેદી, નીતિન પંડયા, નાનજી દવે અને ત્રણ બાળકો દેવ, રુદ્ર અને ગ્રંથનું સન્માન કરાયું હતું. અધ્યક્ષપદેથી ભોગીલાલ વ્યાસે જણાવ્યું હતું કે, સમાજમાં યોજાતા આવા કાર્યક્રમો કરવામાં આવે છે તેના કારણે સમાજમાં એકતા અને સંગઠન શક્તિ વધે છે. સમાજના લોકોએ વધુમાં વધુ આવા યોજાતા કાર્યક્રમનો લાભ લેવો જોઈએ. ઔદિચ્ય બ્રહ્મસમાજના ઉપપ્રમુખ વસંતભાઈ વ્યાસે જણાવેલું કે, સમાજમાં સંગઠન શક્તિ બહુ મહત્ત્વની છે અને સમાજને યોગ્ય રાહ પર લઈ જવા અમે તત્પર છીએ. સચિન પંડયા યુવાપ્રમુખ, નીતિન પંડયા, હિતેષ પંડયા -યુવા ઉપપ્રમુખ, હાર્દિક આચાર્ય, ધીરેન જોષી, નાનજી દવે, મહેશ રાવલ, મહેશ રાવલ - માધાપર, અશોક આચાર્ય, કમળાબેન વ્યાસ, લક્ષ્મી પંડયા, જ્યોત્સના પંડયા, રમેશ પંડયા, અશ્વિન પંડયા, મોહનભાઈ આચાર્ય, શરદ ઠાકર, બિન્દુબેન જોષી તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સંચાલન મુકેશભાઈ ઉપાધ્યાય (એડવોકેટ) કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang