• શનિવાર, 27 જુલાઈ, 2024

સ્ટોક માર્કેટ અને ટ્રેંડિંગ એક ગંભીર વ્યવસાય છે

ગાંધીધામ, તા. 11 : ઘણા લોકો વ્યાપાર અને રોકાણને એક આકર્ષક કારકિર્દી માનવા લાગ્યા છે ત્યારે વાસ્તવમાં વૈશ્વિક સ્તર પર નવા યુગમાં નામાંકિત રીતે સમૃધ્ધોની સંખ્યામાં વધારો થયો છે તેવું લાગતાં ટ્રાડિંગની મદદથી ભાગ્ય બનાવવા અને પલટાવવામાં મદદ મળી શકે છે, પરંતુ એક ગંભીર વ્યવસાય હોવાનો સૂર અહીંના ચેમ્બર ભવન ખાતે યોજાયેલા સેમિનારમાં વ્યક્ત કરાયો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની યુવા પાંખ દ્વારા યોજાયેલા સેમિનારમાં ચેમ્બર પ્રમુખ મહેશ પુંજએ સ્ટોક માર્કેટ મારફત ટ્રેડિંગ શીખીને કેવી રીતે આવક મેળવી શકાય તે અંગે ચોકક્સ લક્ષ્ય નિર્ધારિત કરીને આગળ વધવા જણાવ્યું હતું. સામાન્ય રીતે આજે ઘણા બધા કોચીંગ ગુરૂ બજારમાં આવી રહયા છે ત્યારે ટ્રેડિંગની શરૂઆત કરનાર નવશીખાઉ કોઇ છેતરાય નાહિં અને યોગ્ય માર્ગદર્શન મેળવી એક વ્યાવસાયિક કેવી રીતે તેનો વ્યાપાર આગળ વધારે તે ઉદ્દેશ્ય કાર્યક્રમનો હોવાનું ઉમેર્યું હતું. મંત્રી મહેશ તિર્થાણીએ પણ લક્ષ્ય નિર્ધારિત કરવાની મર્યાદા પર ધ્યાન આપવા સાથે દરેક, વ્યક્તિગતરૂપે ટ્રેડિંગ સેટ-અપ સુનિશ્ચિત કરી, અનુશાસન, પાલન, વ્યવહાર પર દેખરેખ સાથે સકારાત્મક વલણ અપનાવી લાભ અને ધનનું યોગ્ય પ્રબંધન કરવા પર ભાર મુક્યો હતો. તેમજ ટ્રાડિંગ ધીરજ, શિસ્ત અને સતત અભ્યાસનો મુદ્દો છે. બજારની વ્યૂહરચના, વિશ્લેષણ અને મૂળભૂત બાબતોનું સંશોધન કરી વિવિધિકરણ અને નિયંત્રણથી સફળતા મળે છે, તેવું જણાવ્યું હતું. સેમિનારના મુખ્ય વક્તા અને સ્ટોક માર્કેટ તથા ટ્રેડિંગ નિષ્ણાત કુમાર જયે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, એક ગંભીર વ્યવસાય છે અને ટ્રેડિંગને ફક્ત શોખના રૂપમાં જોવાની સલાહ આપી હતી, તેઓએ પાયાના મુળભૂત સિધ્ધાંત સાથે સ્ટોકની આગવી ઓળખ મેળવી સાચી સંભાવનાઓ શોધવાની સલાહ આપી હતી. તેઓએ સફળતા અને અનુભવ આત્મવિશ્વાસને આગળ વધારે છે. ક્રિકેટની પરિભાષામાં પ્રત્યેક દડે રન બનાવવા કરતાં ટકી રહેવામાં ઘણી વાર વધુ ફાયદો મળી રહે છે, ત્યારે રોકાણ એક દિવસમાં ટ્રેડિંગ, સ્વિગ ટ્રેડિંગ, વાયદા કારોબાર, વિકલ્પ ટ્રેડિંગ, આજ ખરીદીને કાલે વેંચવાની નીતિ કે તેનાથી ઉલ્ટી નીતિ, મધ્યસ્થતા, હેગિંગ અને માર્જીન ટ્રેડિંગ જેવી વિવિધ રીતભાતોથી શેરબજારમાં નાણાં કમાવવાની જાણકારી આપી હતી, જેથી લોકો, શેરબજાર ફક્ત જુગાર છે તેવી માનસિકતામાંથી બહાર આવી શકે. યુથ વિંગના કન્વીનર અભિષેક પારેખ, સહ કન્વીનર્સ રાજીવ ચાવલા અને નિલેશ અગ્રવાલે ટ્રેડિંગ શા માટે સરળ છે અને જેઓ સ્ટોક માર્કેટને વિસ્તારથી નથી જાણતા, તેમ છતાં તેમાં આવવા ઇચ્છે છે. તેઓ ટ્રેડિંગનું વાસ્તવિક મૂલ્યાંકન કરી નાણાંકીય વ્યવસ્થા તથા જોખમો અંગે માહિતી પ્રદાન કરવાનો સંસ્થાનો હેતુ  હોવાનું જણાવ્યું હતું.  જેના માટે વક્તાનો તથા ગાંધીધામ ચેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કોષાધ્યક્ષ નરેન્દ્ર રામાણી, કારોબારી સમિતિના સભ્યો અનિમેષ મોદી, કૈલેશ ગોર, કમલેશ પરિયાણી, ચેમ્બરના પૂર્વ ઉપપ્રમુખ મોહનલાલ ગોયલ, બાલાજી નાયડુ, મિહિર કાનગડ, અનોઝ સેઠના, રાજ કાનગડ, અંકિત બંસલ, પ્રશાંત અગ્રવાલ, નિરવ ગુપ્તા, પ્રતિક લુહાણા, રોહિત આહુજા, રોહિત રામરખ્યાણી તથા મુકેશ મહેતા, જીતુ જૈન, સુભાષ અગ્રવાલ અને મહિલા વિંગના સભ્ય નીલમ તિર્થાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang