નવી દિલ્હી, તા. 13 : આંતરરાષ્ટ્રીય
બજારમાં ક્રૂડ ઓઈલનાં ભાવ 122 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જવા છતાં સરકાર ડીઝલનાં
ભાવમાં સંભવિત પ0 રૂપિયાનાં વધારાનાં બદલે ફક્ત 7 રૂપિયાનો
બોજો વપરાશકારો ઉપર નાખ્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. મોદીએ કહ્યું
હતું કે,
ડીઝલનાં ભાવમાં ભારેખમ વધારો થવાનો હતો પરંતુ સરકારનું કહેવું છે કે,
કિસાનોને રાહત આપવા માટે આ વધારાનો ભાર પોતાનાં શિરે લઈ લીધો હતો. ખેડૂતો
ઉપર તેની કોઈ અસર થવા દેવામાં નહોતી આવી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ઘર્ષણ દરમિયાન થોડા અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલનો
ભાવ 70 ડોલરથી
વધીને 122 ડોલર
સુધી વધી ગયો હતો અને ભારત માટે મોટો પડકાર પેદા થયો હતો. આનાં હિસાબે ડીઝલનાં ભાવમાં
પ0 રૂપિયાનો
વધારો કરવો પડે તેમ હતો. જો કે સરકારે આનું ભારણ આમજનતા અને ખેડૂતો ઉપર ન આવે તેની
કાળજી રાખી હતી. તેને લઈને સરકાર ઉપર દર મહિને 14000 કરોડ
રૂપિયાનો આર્થિક બોજ આવ્યો છે.