• મંગળવાર, 03 નવેમ્બર, 2026

પડકારો વચ્ચેય ભારત મજબૂત : મોદી

નવી દિલ્હી, તા. 2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇન્ડિયા રિન્યૂએબલ એનર્જી સમિટ અને એકસ્પોનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, અનેક પડકારો છતાં ભારતનો વિકાસ મજબૂત રહ્યો છે. વડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાએ એવા સંકટોનો સામનો કર્યો છે, જે પહેલાં કદી નથી આવ્યા. કોરોનાથી માંડીને પશ્ચિમ એશિયા સંકટ સુધી દુનિયાને અનેક પડકારોનો સામનો કરવો પડયો. મને ગર્વ છે કે, 140 કરોડ ભારતીયો દેશને આવા મુશ્કેલ સમયમાંથી નીકળવામાં મદદ કરી તેવું મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન બોલ્યા હતા કે, ભારતે વીતેલા દાયકા દરમ્યાન સ્વચ્છ ઊર્જામાં રોકાણ ન કર્યું હોત તો અને નવી સિસ્ટમ્સ ન બનાવી હોત તો ભારતની અર્થવ્યવસ્થા પર આ સંકટોની અસર ઘણી ગંભીર હોત. આપણે એવું સુનિશ્ચિત કરવું પડશે કે, વધુને વધુ ગામડાંઓમાં ખાલી જમીનો પર ખેડૂતો સોલાર પેનલ લગાડે, તેવું મોદીએ કહ્યું હતું. સ્વચ્છ ઊર્જાથી તેલ, ગેસ અને કોલસાની આયાત પર નિર્ભરતા ઓછી થશે. ઉદ્યોગો, ઘરો, શહેરોની વધતી વીજમાંગ પૂરી કરવામાં મદદ મળશે. સ્વચ્છ ઊર્જાનાં ક્ષેત્રમાં ભારતના અનુભવનો લાભ પૂરી માનવતાને મળે. ભારતની સફળતા અનેક દેશોને મદદ કરશે તેવું મોદી બોલ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd