• મંગળવાર, 03 નવેમ્બર, 2026

ઈરાન પર પરમાણુ હુમલો કરશે અમેરિકા ?

નવી દિલ્હી, તા. 2 : ઈરાન ઉપર અમેરિકા આગામી અમુક સમયમાં પરમાણુ હુમલો કરી શકે છે. આશંકા છે કે અમુક દિવસમાં જ ઈઝરાયલનાં દબાણમાં આવીને અમેરિકા પરમાણુ હુમલાનો નિર્ણય કરશે. જાણીતા ટીવી શો હોસ્ટ અને પત્રકાર ટકર કાર્લસન દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. જો કે અમેરિકી સેના કે ઈઝરાયલની સરકાર તરફથી આગામી કાર્યવાહીને લઈને સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકાએ ફરી એક વખત ઈરાન સામે કાર્યવાહીનો સંકેથ આપ્યો છે અને ઇઝરાયલની ચૂંટણીમાં પીએમ બેન્જામિન નેતન્યાહુની આગેવાનીનાં ગઠબંધનને બહુમત મળી શક્યો નથી. ટકર કાર્લસને સમગ્ર મામલાના જાણકારના હવાલાથી કહ્યું હતું કે, આ મામલે નેતન્યાહુ તરફથી રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમણે લખ્યું હતું કે ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહુનાં દબાણમાં ટ્રમ્પ પ્રશાસન અમુક દિવસમાં ઈરાન ઉપર પરમાણુ હુમલો કરી શકે છે. કાર્લસનનો દાવો છે કે હુમલો મધ્ય ઈરાનના પિકાક્સ પર્વત ઉપર થશે. તેમણે લખ્યું હતું કે, ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ દાવા કરે છે કે પિકાક્સ પર્વત ઉપર ઈરાનની સરકારે ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ કર્યો છે. કોઈપણ સાધારણ અમેરિકી હથિયાર 300 ફૂટ ગ્રેનાઇટને ચીરીને સુરંગોને તબાહ કરી શકશે. જ્યાં કથિત રીતે પરમાણુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. માત્ર એકમાત્ર સૈન્ય ઉપાય પરમાણુ હુમલો છે. નેતન્યાહુ આ મામલે ટ્રમ્પને દરરોજ ફોન કરી રહ્યા છે. વધુમાં સમગ્ર હિલચાલના તાર ચૂંટણી સાથે પણ જોડવામાં આવ્યા છે અને લખ્યું હતું કે નેતન્યાહુ ખૂબ જ ચિંતિત છે. ગયાં સપ્તાહમાં પરિણામ બાદ ત્યાં સુધી સરકાર બની શકે તેમ નથી જ્યાં સુધી ટ્રમ્પ સીધી રીતે ઈઝરાયલની રાજનીતિમાં દખલ ન કરે અથવા તો બીજી પાર્ટીઓ સાથે ડીલ ન કરાવે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd