કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 2 : તાજેતરમાં ગુરગામ ખાતે યોજાયેલ આઈએસએસઓ નેશનલ ગેમ્સમાં કચ્છની સનિસ્કા સાવલા ઝળકી
ઊઠી છે. 200 મીટર દોડમાં બ્રોન્ઝ અને 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યા છે. આના પછી તેની
આઈએસએફ બ્રાઝિલ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે પસંદગી થઈ છે. કચ્છના નવાવાસની મૂળ વતની
હાલે મુંબઈમાં રહેતી સનિસ્કા જીગર સાવલાનો રેકૉર્ડ સારો રહ્યો છે. 2025માં શ્રીલંકામાં ઈન્ટરનેશનલ ગેમ્સમાં લોંગ જંપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. દિલ્હી
નેશનલ ગેમ્સમાં 100 મીટર દોડમાં સિલ્વર અને લોંગ જમ્પમાં સિલ્વર મેડલ
મેળવ્યા હતા. આઈએસએસઓ નેશનલ લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ર્ક્યો હતો. 2024માં એમએસએસએ 800 મીટર દોડમાં અને એસએલડીએએ (ડિસ્ટ્રિકટ)માં 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આઈએસએસઓ નેશનલ 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ર્ક્યો હતો. જ્યારે 2023માં એમએસએસએ (ડિસ્ટ્રીક્ટ)માં 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને વાયએમસીએ (સ્ટેટ)
800 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. એમએસડીએએ 800 મીટરમાં સિલ્વર અને 600 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આઈએસએસઓ 800 મીટર (નેશનલ)માં ગોલ્ડ મેડલ હાંસલ ર્ક્યો હતો.
સનિસ્કાનાં માતા ઉર્વી સાવલાએ જણાવ્યું કે, સનિસ્કા હાલમાં 12મીમાં અભ્યાસ કરે છે. છ-સાત વર્ષની હતી ત્યારથી
તેને રસ જાગ્યો હતો. હાલમાં રોજ સવારે 4.30થી 7 અને 3.30થી 6.30 સુધી ટ્રેનિંગ લે છે, તેના કોચ ફિરોઝ ઉસ્તાદ છે.