• મંગળવાર, 03 નવેમ્બર, 2026

પ્રાચીન જ્ઞાનમાં દુનિયા બદલવાની તાકાત

વારાણસી, તા. 2 : પૌરાણિક શાણપણ વર્તમાન સમસ્યાઓ સાથે સંકળાયેલું હોવું જોઈએ જે જીવન સુધારવામાં મદદ કરે છે. જ્ઞાન આપણને દુનિયા બદલવાની શક્તિ આપે છે, તો શાણપણ આપણે તેને વધુ સારા માટે બદલીએ છીએ તેની ખાતરી આપે છે તેવું વારાણસી ખાતે સોમવારે `આધુનિક પડકારો માટે પ્રાચીન શાણપણ' વિષય પર યોજાયેલા વિશ્વ પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહમાં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પૌરાણિક શાણપણ વર્તમાન સમસ્યાઓ સાથે સંકળાયેલું હોવું જોઈએ જે જીવન સુધારવામાં મદદ કરે છે.  પુરાતન ડહાપણ માત્ર એટલા માટે મૂલ્યવાન નથી કે તે પ્રાચીન છે, પરંતુ આપણે જ્યારે સમકાલીન સમસ્યાઓ સાથે તેની સુસંગતતા શોધીએ છીએ ત્યારે તે મૂલ્યવાન બને છે. સભ્યતા જ્ઞાનને સાચવવા અને દુ:ખ, અસમાનતા અને સંઘર્ષને ઉકેલવા માટે તેને લાગુ કરવાની હાકલ આ પ્રસંગે તેમણે કરી હતી. ત્રણ દાયકાના સામુદાયિક વિકાસકામો પર પ્રકાશ પાડતાં ડો. પ્રીતિ અદાણીએ કહ્યું હતું કે, પ્રગતિનું માપ લોકો પર તેની અસર થકી માપવું જોઈએ. સમુદાયોને સાંભળવા અને તેમના ભવિષ્યને આકાર આપવા સક્ષમ બનાવવા તરીકે તેમણે નિ:સ્વાર્થ સેવાને વર્ણવતાં કહ્યું હતું કે, અદાણી સમૂહની 1996માં સ્થપાયેલી સામાજિક વિકાસ પાંખ  અદાણી ફાઉન્ડેશન  ભારતના 22 રાજ્યના 7,000 ગામડામાં કાર્ય કરી રહ્યું છે, જે 1.30 કરોડ જીવનને અસર કરે છે. અદાણી ગ્રુપની 1 કરોડ મિલિયન ડોલરની સહાય દ્વારા સમર્થિત ભારત નોલેજ ગ્રાફનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના સભ્યતા જ્ઞાનને આંતરશાખાકીય સંશોધન માટે નોલેજ ગ્રાફ સુલભ બનાવી 14 ડોક્ટરલ વિદ્વાનોને ટેકો આપે છે. યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કના પ્રમુખ અને કોલંબિયા યુનિવર્સિટી ખાતેના સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર પ્રો. જેફરીએ ભારતમાં અને વૈશ્વિક સ્તરે ટકાઉ વિકાસ માટે અદાણી ગ્રુપ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોના વ્યાપને સ્વીકારી ભારતમાં પરિવર્તન અને પ્રગતિના મુખ્ય પ્રેરક બળોમાંના એક તરીકે અદાણી ગ્રુપને વર્ણવ્યું હતું અને દેશના માળખાકીય વિકાસ તથા આર્થિક વૃદ્ધિમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. વ્યવસાયમાં પારિવારિક નામ સાથે જોડાયેલી જવાબદારીઓનો ઉલ્લેખ કરી મુખ્યત્વે શેરધારકોના વળતર પર ધ્યાન કેન્દ્રિત કરતી કોર્પોરેટ કંપનીઓ અને પરિવાર દ્વારા સંચાલિત વ્યવસાયો વચ્ચે તફાવત સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે, જે વ્યવસાયો સાથે પરિવારનું નામ જોડાયેલું હોય છે, તેઓ તે પરિવારના વારસાને પણ વહન કરવા સાથે સમાજને તેઓ શું પાછું આપી રહ્યા છે તે અંગે વિચારવાની જવાબદારી પણ તેઓની હોય છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd