• મંગળવાર, 03 નવેમ્બર, 2026

કિવી ટીમને ફટકો : રવીન્દ્ર અને ચેપમેન વન-ડે શ્રેણીમાંથી બહાર

નવી દિલ્હી, તા.2: ભારત સામે બુધવારથી ઓકલેન્ડ ખાતે શરૂ થઈ રહેલી પાંચ મેચની વનડે શ્રેણી પૂર્વે ન્યૂઝીલેન્ડ ટીમને બેવડો ફટકો પડયો છે. ઈજાના કારણે ઓલરાઉન્ડર રચિન રવીન્દ્ર અને બેટ્સમેન માર્ક ચેપમેન આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અનુસાર ચેપમેનને હેમસ્ટિંગની ઈજામાંથી સાજા થવામાં બે અઠવાડિયા લાગશે, જ્યારે રવીન્દ્ર ખભાની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ ફેરફાર બાદ ટિમ સિફર્ટને સમગ્ર શ્રેણી માટે ટીમમાં સામેલ કરાયો છે. હેનરી નિકોલ્સ પ્રથમ ત્રણ મેચ માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે ડીન ફોક્સક્રોફ્ટ ભારત `એ' સામેની લાલ બોલની શ્રેણી પૂર્ણ થયા બાદ ચોથી અને પાંચમી વનડે માટે જોડાશે. મુખ્ય કોચ રોબ વોલ્ટરે જણાવ્યું કે આગામી ટેસ્ટ શ્રેણીને જોતાં રચિન મામલે કોઈ જોખમ લેવા માંગતા નથી. ટી20 શ્રેણી 3-2થી ભારતે જીત્યા બાદ પાંચ વનડે મેચોની શ્રેણી બુધવારથી શરૂ થઈ રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd