• મંગળવાર, 03 નવેમ્બર, 2026

જીએસટી આવક 28 ટકા વધી

અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના ઝડપી આર્થિક વિકાસ અને સુદ્રઢ કર પ્રશાસનને પરિણામે ગુજરાત રાજ્ય કર વિભાગે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ સાત માસમાં મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર 2026ના પૂરા થતાં પ્રથમ સાત મહિનામાં રાજ્યની જીએસટી આવકમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 28 ટકાનો ભવ્ય વધારો નોંધાયો છે. રાજ્યને જીએસટી પેટે કુલ રૂ. 58,248 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં થયેલી રૂા. 45,667 કરોડની આવક કરતાં 28 ટકા વધુ છે. રાષ્ટ્રીય કક્ષાએ આ સમયગાળા દરમિયાન જીએસટી આવકનો સરેરાશ ગ્રોથ 13 ટકા રહ્યો છે, જેની સરખામણીએ ગુજરાતે બમણાથી પણ વધુ ગ્રોથ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ઓક્ટોબર-2026ના એક જ મહિનામાં રાજ્યને જીએસટી હેઠળ રૂા. 8,391 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગત વર્ષના ઓક્ટોબર માસની રૂા. 7,127 કરોડની આવક કરતાં 18 ટકા વધુ છે. ઉપરાંત ઓક્ટોબર-2026માં રાજ્યને વેટ હેઠળ રૂ. 3,153 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ. 1,053 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ. 22 કરોડની આવક થઈ છે. આ તમામ વેરા મળીને રાજ્યના વેરા વિભાગને ઓક્ટોબર માસમાં જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. 12,619 કરોડની ભવ્ય આવક મળી છે. રાજ્યમાં વેપાર-ઉદ્યોગોના વિકાસ માટેનું સાનુકૂળ વાતાવરણ અને કર પ્રશાસનની સક્ષમ કામગીરીના પરિણામે રાજ્યની આવકમાં સતત આ ઉત્સાહજનક વૃદ્ધિ જોવા મળી રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd