• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ડિજિટલ ઠગાઈ; બેંકો ગ્રાહકો પ્ર્રત્યે જવાબદાર બને

નવી દિલ્હી, તા. 29 : ડિજિટલ અરેસ્ટના વધતા જતા કેસોમાં ભોગ બનનારાઓને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બેંકોને જવાબદાર ઠેરવવી જોઈએ તેવું કડક વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. દરમિયાન, વોટ્સએપે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 9,400 શંકાસ્પદ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એક મીડિયા હેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સુધારેલી કેવાયસી માર્ગદર્શિકાઓની તપાસ કરશે, જેનો અમલ 31 ડિસેમ્બર સુધીમાં થવાનો છે. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, ઠગાઈના કિસ્સામાં બેંકોની તેમના ગ્રાહકો પ્રત્યે જવાબદારી છે; કોઈપણ અસામાન્ય વ્યવહાર જણાય તો તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ. ડિજિટલ છેતરાપિંડીનો સામનો કરવા અને પીડિતોને સુરક્ષા પૂરી પાડવા માટે આ પગલું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું હતું કે, બેંકોએ પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. છેતરાપિંડીના કિસ્સાઓમાં તેમની નિક્રિયતા સ્વીકાર્ય રહેશે નહીં. ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ બેંકો માટે અગ્રતા હોવી જોઈએ. ડિજિટલ અરેસ્ટ કૌભાંડોમાં ગુનેગારો પોલીસ કે સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને લોકોને ધમકાવે છે. તેઓ પીડિતોને ઓનલાઇન વ્યવહારો કરવા કે પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરે છે; આ માટે તેઓ ઘણીવાર પીડિતોને એવો વિશ્વાસ અપાવે છે કે, તેમની સામે કોઈ કાયદેસરનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આવા કૌભાંડોને કારણે લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે. આ એક ગંભીર ગુનો છે જેનું પ્રમાણ વધી રહ્યું છે.  સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, ડિજિટલ ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિઓને તેમના નુકસાન બદલ બેંકોએ વળતર ચૂકવવું પડશે. બેંકોએ શંકાસ્પદ વ્યવહારો પર ચાંપતી નજર રાખવી જરૂરી છે અને કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ વિશે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. આરબીઆઈના કેવાયસી નિયમો અંગેની કડક તપાસ બેંકો પર દબાણ વધારશે, જેનાથી તેઓ તેમની સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd