• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

જવાનોનો ત્યાગ ભારતીય માટે પ્રેરણા

નવી દિલ્હી, તા. 24 : અરુણાચલ પ્રદેશમાં સરહદે હજી પણ ચીન સાથે સંઘર્ષ થતો હોવાના આઇટીબીપી ડીજીનાં નિવેદનથી શરૂ થયેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ શનિવારે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના સ્થાપના દિવસે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ભારતની સરહદની રક્ષા માટે સાહસ, બલિદાન અને સેવાની સરાહના કરી હતી.  ભારતીય સેનાએ આઇટીબીપીના 65મા સ્થાપના દિવસે દળના જવાનો, પૂર્વ સૈનિકો અને પરિવારોને શુભકામના આપી હતી. એક્સ ઉપર એક પોસ્ટમાં પીએમ મોદી આઇટીબીપી જવાનોની તેમના સાહસ અને પડકારોનો સામનો કરવાના દ્રઢ સંકલ્પ માટે પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે આઇટીપીના સ્થાપના દિવસે દળના તમામ કર્મચારીને અભિનંદન. આઇટીબીપીના હિમવીરોએ પોતાની અસાધારણ વીરતાથી પોતાને સાબિત કર્યા છે. તેઓ પ્રેરણાનાં મોટાં સ્રોત છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહે લખ્યું હતું કે, આઇટીબીપી જવાનોના શૌર્યની ગુંજ બરફ ઢકાયેલા પહાડોમાં સંભળાય છે, જે દેશની સુરક્ષા માટે દરેક જોખમને પછાડે છે. સૌથી કઠીન વાતાવરણમાં તેમનું સાહસ, સુરક્ષાના અડગ સંકલ્પને દર્શાવે છે. દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને નમન. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, આઇટીબીપીના સ્થાપના દિવસે તેઓ તમામ જવાનો અને તેમના પરિવારોને હાર્દિક અભિનંદન પાઠવે છે. આવી જ રીતે કિરેન રિજિજુએ પણ આઇટીબીપીના સ્થાપના દિવસે શુભકામનાઓ પાઠવી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd