• સોમવાર, 20 એપ્રિલ, 2026

તામિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો; 23 મોત

નવી દિલ્હી, તા. 19 : તામિલનાડુના વિરુદ્ધનગરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો થતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય છ ઘાયલ થયા હતા. ધડાકો એટલો ખતરનાક હતો કે, ફટાકડા ફેક્ટરીની આસપાસની ઈમારતોમાં પણ તિરાડો પડી ગઈ હતી. હજુ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવા સાથે ઘાયલોની હાલત પણ ગંભીર હોવાથી હજુ મરણાંક વધવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. વિસ્ફોટનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ હતી. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શોકની લાગણી સાથે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી અને તમામ જરૂરી મદદ પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા

Panchang

dd