ગાંધીધામ, તા. 19 : શહેરના ચોરી પ્રકરણમાં છેલ્લા
છ વર્ષથી નાસતા-ફરતા એક ભાગેડુ આરોપીની પોલીસે
રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2020માં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સામેલ આરોપી સુનીલ
ઉર્ફે શ્રવણ ગુદડરામ સાંખલા છેલ્લા છ વર્ષથી
પોલીસને હાથતાળી આપીને નાસતો-ફરતો હતો. પોલીસે
ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને
પીપાડ શહેર (રાજસ્થાન)થી પકડી પાડયો હતો.આ કુખ્યાત આરોપી વિરુદ્ધ રાજસ્થાનમાં ચોરી, મારામારી તથા એન.ડી.પી.એસ.ના કાયદાની કલમો તળે 37થી વધુ ગુના નોંધાયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું.