ગાંધીધામ, તા. 19 : કચ્છના આર્થિક પાટનગર તરીકે
જાણીતા ગાંધીધામમાં અગાઉના ઝડઘાના મન દુ:ખ
મુદ્દે પ્રાણઘાતક હથિયારો સાથે મારામારીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. સમગ્ર મામલે પોલીસે
બંને પક્ષોની ફરિયાદ નોંધીને વધુ તપાસ આરંભી છે.
મારામારીનો આ બનાવ ખોડિયારનગર વિસ્તારમાં
રમણચોરાયથી પહેલી ગલીમાં જગમાલભાઈ સોમાભાઈ દેવીપૂજકના ઘર આગળ ગઈકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં બન્યો હતો. છૂટક શાકભાજીના વેપાર સાથે જોડાયેલા લાલુભાઈ લક્ષ્મણભાઈ
દેવીપૂજકે આરોપી ભાવેશ સોમાભાઈ દેવીપૂજક, ગણપત સોમાભાઈ દેવીપૂજક, જગમાલ સોમાભાઈ દેવીપૂજક, પ્રવીણ સોમાભાઈ દેવીપૂજક,
મુકેશ ભાવેશભાઈ દેવીપૂજક, ગિરધર સોમાભાઈ દેવીપૂજક,
ગિરધરનો છોકરો, ભાણો સહિત સાત જણ વિરુદ્ધ ગુનો
નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અગાઉની બોલાચાલીનું મનદુ:ખ
રાખીને આરોપીઓએ ધારિયા, લાકડી તથા લોખંડની ટામી અને પથ્થરો વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીના ભાઈ સુરેશ લક્ષ્મણ
દેવીપૂજકને અસ્થિભંગ સહિત તેમજ જયંતીભાઈ લક્ષ્મણ દેવીપૂજક અને ફરિયાદીના પુત્ર અનિલને શરીરના
જુદા-જુદા ભાગોમાં ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદીના ભાઈ રવિભાઈ દેવીપૂજકને હેમરેજ સહિતની ઈજા પહોંચી હતી. માતાજીના દાણા જોવા બાબતે થયેલ બોલાચાલીના મનદુ:ખ મુદ્દે આ બબાલ થઈ હોવાનુ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું
છે. તો બીજી બાજુ જલુબેન ભાવેશભાઈ દેવીપૂજકે આરોપી મૂળજી દેવજી દેવીપૂજક, જેસંગ
મૂળજી દેવીપૂજક, જયંતી લક્ષ્મણ દેવીપૂજક, સુરેશ લક્ષ્મણ દેવીપૂજક, અનિલ લાલુભાઈ દેવીપૂજક,
લાલુભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજક, રવિ લક્ષ્મણભાઈ દેવીપૂજક
વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, લોખંડની ટામી, તલવાર સહિતના હથિયારો વડે હુમલો કર્યો
હતો, જેમાં ફરિયાદીના પતિ ભાવેશભાઈ સોમાભાઈ દેવીપૂજકને હેમરેજ સહિતની ગંભીર ઈજા પહોંચી હતી તેમજ ગણપતભાઈ
દેવીપૂજક, પ્રવીણભાઈ દેવીપૂજક, ફરિયાદીના
પુત્ર મુકેશ તથા પુત્રી વર્ષા અને જયોતિ, ફરિયાદીના ભત્રીજા વિશાલ
અને ભત્રીજી સંગીતાને હળવી તથા ભારે ઈજાઓ પહોંચી
હતી. આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીના દિયરના ઘરની બહાર પડેલ રિક્ષામાં નુકસાન પહોંચાડયું
હતું. અગાઉની બોલાચાલી તથા ઝઘડાના મન દુ:ખ
મુદ્દે બબાલ થઈ હોવાનું પણ પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું. બંને એકમેકને ભૂંડી
ગાળો સાથે જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનું
ફરિયાદીમાં વર્ણાવામાં આવ્યું છે. પોલીસે બંને પક્ષોને ફરિયાદના આધારે વધુ તપાસ આરંભી
છે.