• સોમવાર, 20 એપ્રિલ, 2026

ભારતને મળી ડેન્ગ્યૂની પહેલી રસી

નવી દિલ્હી, તા. 19 : ભારતમાં દર વર્ષે, ખાસ તો ચોમાસામાં વધતાં ડેન્ગ્યૂના ખતરા વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. દેશને ડેન્ગ્યૂની પહેલી રસી મળી ગઈ છે. આ પગલું માત્ર સારવાર નહીં, પરંતુ આ ખતરનાક બીમારી થતી રોકવાની દિશામાં એક મોટો બદલાવ મનાઈ રહ્યું છે. ભારત સરકારે પણ ડેન્ગ્યૂને નાથવા માટેની આ રસીને મંજૂરી આપી દીધી છે.`ક્યૂડેન્ગા'નાં નામે ઓળખાતી `ટાક-300' રસીને ભારત સરકારે લીલી ઝંડી આપી દીધી છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તજજ્ઞ સમિતિએ 4થી 60 વર્ષના લોકો માટે ઉપયોગ કરવાની અનુમતિ આપી હતી. આ રસી જાપાનની ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ કંપની લિમિટેડ દ્વારા વિકસિત કરાઈ છે. આ રસીની સૌથી ખાસ વિશેષતા એ છે કે, દર્દીને ડેન્ગ્યૂ થયો છે કે નહીં, તેનાથી કોઈ ફરક નથી પડતો. અગાઉની રસીઓની એક મર્યાદા હતી. ક્યૂડેન્ગા ચારેય પ્રકારના ડેન્ગ્યૂ વાયરસ સેરોટાઈપ સામે સુરક્ષા કવચ પૂરું પાડશે. 

Panchang

dd