નવી
દિલ્હી, તા. 22 : ચીન
અને નેપાળની સીમાએ આવેલા સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને પોતાની પ્રાકૃતિક ખૂબસૂરતી
માટે ઓળખવામાં આવે છે. જેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 8849 મીટર ઉપર જેટલી છે. એવરેસ્ટનું આરોહણ દુનિયાભરના પર્વતારોહકો
માટે એક સપનાં સમાન હોય છે. પ્રતિ વર્ષ સેંકડોની સંખ્યામાં સાહસિકો તેનાં શિખરને સર
કરવાના પ્રયાસો કરે છે. આવા જ આરોહણનો એક નવો વીડિયો સામે આવ્યો છે અને તેનાં હિસાબે
પ્રકૃતિની સુંદરતા અને રક્ષણ સામે સવાલો ઊભા થઈ ગયા છે. ત્યાં પહોંચતા લોકો ભારે મોટા
પ્રમાણમાં કચરો ફેંકીને આવતા રહે છે. જે અત્યંત નાજુક પર્યાવરણ માટે ગંભીર ખતરો બની
રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ બનેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, માઉન્ટ એવરેસ્ટ બરફ વચ્ચે કચરાથી ઢંકાઈ ગયો છે.