• બુધવાર, 21 મે, 2025

યુદ્ધવિરામનો હાશકારો થોડા કલાક જ રહ્યો

ભુજ, તા. 10 : છેલ્લા ચારેક દિવસથી ભારત-પાક સરહદે જોવા મળતા તંગદિલીભર્યા માહોલના કારણે લોકોમાં ઉચ્ચાટ જોવા મળતો હતો. કચ્છમાં સતત ત્રણ દિવસ ડ્રોન હુમલા થતાં યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યાં હતાં. એ વચ્ચે અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમત થતાં સરહદી કચ્છ જિલ્લાનું જનજીવન ફરી પાટે ચડયું ત્યાં ફરી એકવાર સરહદી વિસ્તારમાં ડ્રોન દેખાતાં કલેક્ટરે તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ લાગુ કરી દેતાં યુદ્ધવિરામથી મળેલો હાશકારો થોડા કલાક પૂરતો જ રહ્યો હતો. દરમ્યાન વહીવટી તંત્રે યુદ્ધવિરામની જાહેરાત બાદ રાહત તો અનુભવી છે, પણ હજુ તંત્ર એલર્ટ મોડમાં રહેશે તેવું કલેક્ટર આનંદ પટેલે કચ્છમિત્ર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું, એ વચ્ચે ફરી એકવાર સ્થિતિ થોડી સંવેદનશીલ બનતાં બ્લેકઆઉટને તાત્કાલિક અસરથી લાગુ કરાયો હતો, તો ભુજ સહિતના વિસ્તારમાં ચેતવણીસૂચક સાયરન વાગવાના શરૂ થઇ ગઇ હતી. પ્રવર્તમાન સંજોગો જોતાં તંત્રએ એલર્ટ મોડ યથાવત્ રાખ્યો હતો. રાત્રે થોડા સમય માટે ઝગમગાટ અને ચહલપહલ જોવા મળ્યા બાદ ફરી એકવાર સન્નાટો છવાઇ ગયો હતો. આ તરફ આજે જિલ્લાભરમાં વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો બંધ રખાયા હતા. કલેક્ટરે આપતિની આ સ્થિતિમાં સહયોગી બનનાર સંસ્થાઓ, સામાજિક, રાજકીય આગેવાનો સહિત અન્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, યુદ્ધ જેવા સર્જાયેલા માહોલના કારણે અનેક સંસ્થાઓએ તંત્રને મદદ માટેની તૈયારી દેખાડી હતી. રક્તની આવશ્યકતા ઊભી થાય તો તેને પહોંચી વળવા રક્તદાન કેમ્પનાં પણ આયોજન કરાયાં હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd