• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

અદાણી સિમેન્ટ દ્વારા ઇ-ટ્રક પરિવહન શરૂ

સાંઘી પ્લાન્ટ ખાતે હેવી ડયૂટી ઇ-ટ્રક્સને લીલીઝંડી : 2030 સુધીમાં 2000થી વધુ તૈનાતીનું લક્ષ્ય

મુંદરા, તા. 18 : બાંધકામ સામગ્રી ઉકેલો પૂરા પાડતી ભારતની અગ્રણી અને અદાણી ગ્રુપની કંપની અદાણી સિમેન્ટે ગુજરાત સ્થિત તેના સાંઘી પ્લાન્ટ ખાતે હેવી-ડ્યૂટી ઇલેક્ટ્રિકથી સંચાલિત ટ્રક્સને લીલીઝંડી આપી છે. અદાણી સિમેન્ટ દ્વારા પ્રથમવાર વીજળીથી ચાલતી ટ્રકને તૈનાત કરવામાં આવી છે. કંપનીની ગ્રીન લોજિસ્ટિક્સની દિશામાં આ તૈનાતી એક નિર્ણાયક સીમાચિહ્ન છે. પ્રથમ તબક્કાની સિમેન્ટ અને ક્લિકરની હેરફેરની યોજના અનુસાર અદાણી સિમેન્ટ માર્ચ 2027 સુધીમાં 410 ઈલેક્ટ્રિક ટ્રક કાર્યરત કરશે અને 2030 સુધીમાં 2000થી વધુ ઈલેક્ટ્રિક ટ્રક તૈનાત કરી રસ્તા માર્ગે થતા પરિવહનમાં 10 ટકા હિસ્સો ઈલેક્ટ્રિક ટ્રક દ્વારા પૂરો કરવાનું કંપનીનું લક્ષ્ય છે. અદાણી સમૂહના સિમેન્ટ વ્યવસાયના સી.ઇ.ઓ વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે `સાંઘી ખાતે આ તૈનાતી માત્ર શરૂઆત છે. અમે ક્લિકર અને સિમેન્ટના વીજળી આધારિત પરિવહન માટે ભારતભરમાં અનેક રૂટ અલગ તારવી લીધા છે. અમે જે પણ ટ્રકનું વીજળીકરણ કરીએ છીએ તે કાર્બન ઉત્સર્જનને ઘટાડવા સાથે ડીઝલના અસ્થિર ભાવની સ્થિતિમાં આપણા લોજિસ્ટિક્સ ખર્ચને બચાવે છે. અદાણી સિમેન્ટનો 410 ટ્રકોનો કાફલો વાર્ષિક 25,000 ટનથી વધુ કાર્બન ઘટાડશે તેવો અંદાજ છે, જે દર વર્ષે 11 મિલિયન લિટર ડીઝલનો વપરાશ ટાળશે. વધારાના રૂટ અને પ્લાન્ટમાં વિસ્તરણ કરવાની અદાણી સિમેન્ટની યોજના છે. નોંધનીય છે કે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદક દેશ છે ત્યારે તેની વિરાટ પુરવઠાની કડીમાં ચૂનાના પથ્થર, ક્લિકર અને ફિનિશ્ડ સિમેન્ટની હેરફેર આ ક્ષેત્રની કામગીરીનો એક આવશ્યક ભાગ છે, સાથે તે કાર્બન ઓક્તો પણ ભાગ છે. તે સંદર્ભમાં અદાણી સિમેન્ટના ઇલેક્ટ્રિક વાહનોના કાફલાની તૈનાતી આ પડકારોના ખર્ચ અને આબોહવા બંને પરિમાણોને સીધી રીતે પ્રભાવશાળી અસર કરે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd